________________
૨૧
વ્રતશ્રાવક ઉપર સુરસુંદરકુમારનું દ્રષ્ટાંત. જ ઉપર મેં આવી વાત ચિંતવી. એમ પશ્ચાત્તાપ કરતો તત્કાળ તે તે મુનિ પાસે આવી નમસ્કાર કરીને પોતાનો અપરાધ ખમાવી પાંચે સ્ત્રીઓ સહિત સંયમ લઈ સ્વર્ગે ગયો.
આ દષ્ટાંતમાં સમજવાનું એ છે કે, પાંચે સ્ત્રીઓએ પાંચે વ્રત અંગીકાર કર્યા તેથી ભરે પણ વ્રત લીધાં. એ પ્રમાણે જે વ્રત અંગીકાર કરે તે “વ્રતશ્રાવક” સમજવા.
૩. ઉત્તરગુણ શ્રાવક :- વ્રતશ્રાવક અધિકારમાં બતાવ્યા મુજબનાં પાંચ અણુવ્રત, છઠ્ઠ દિપરિમાણવ્રત, સાતમું ભોગોપભોગવ્રત, આઠમું અનર્થદંડ પરિહારદ્રત; (એ ત્રણ ગુણવ્રત કહેવાય છે.) નવમું સામાયિકવ્રત, દશમું દેશાવગાસિકવ્રત, અગીયારમું પૌષધોપવાસવ્રત, બારમું અતિથિસંવિભાગવ્રત, (એ ચાર શિક્ષાવ્રત કહેવાય છે) એમ બારે વ્રત એટલે પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત સમ્યકત્વ સહિત ધારણ કરે તે સુદર્શન શેઠની જેમ “ઉત્તરગુણશ્રાવક” કહેવાય છે.
અથવા ઉપર કહેલાં બાર વ્રત મધ્યનાં સમ્યકત્વ સહિત એક, બે, અગર તેથી વધારે લેવાં હોય તેટલાં કે તમામ બારે વ્રત ધારણ કરે તેને “વ્રતશ્રાવક” સમજવા અને “ઉત્તરગુણશ્રાવક” તો નીચે લખ્યા મુજબ સમજવા.
સમ્યકત્વ સહિત બાર વ્રતધારી, સર્વથા સચિત્ત પરિહારી, એકાહારી, (એક જ વાર ભોજન કરે) તિવિહાર, ચઉવિહાર પચ્ચકખાણ કરનાર, બ્રહ્મચારી, ભૂમિશયનકારી, શ્રાવકની અગિયાર પડિમાક (પ્રતિમા) વહનાર તેમજ બીજા પણ કેટલાક અભિગ્રહને ધારણ કરનાર; આનંદ, કામદેવ અને કાર્તિક શેઠાદિ જેવાને “ઉત્તરગુણશ્રાવક” સમજવા.
“વ્રતશ્રાવક”માં વિશેષ બતાવે છે કે, દ્વિવિધ એટલે કરું નહીં, કરાવું નહીં, ત્રિવિધ એટલે મનથી, વચનથી અને કાયાથી; એમ ભંગની યોજના કરતાં, તેમજ ઉત્તરગુણ અવિરતિના ભાંગાથી યોજના કરતાં, એક સંયોગી, દિકસંયોગી, ત્રિકસંયોગી અને ચતુષ્કસંયોગી, એમ શ્રાવકના બારે વ્રતના મળી નીચે મુજબ ભાંગા થાય છે.
तेरस कोडी सयाई, चुलसीई जुयाइं बारस य लक्खा ।
सत्तासीइ सहस्सा, दुन्नि सया तह दुग्गा य ॥ તેરસો ચોરાસી કરોડ, બાર લાખ, સત્યાસી હજાર, બસો ને બે ભાંગા જાણવા.
પ્રશ્ન :- મનથી, વચનથી, કાયાથી કરૂં નહી, કરાવું નહીં, કરતાં પ્રત્યે અનુમોદું નહીં, એવો નવ કોટીનો ભાંગો ઉપરના કોઈપણ ભાંગામાં કેમ કહ્યો નહીં ?
ઉત્તર :- શ્રાવકને દ્વિવિધ ત્રિવિધ ભાંગે પચ્ચકખાણ હોય છે, પણ ત્રિવિધ ત્રિવિધ ભાંગે
૯ શ્રાવકની પડિમા (પ્રતિમા) એટલે શ્રાવકપણામાં અડગપણે અભિગ્રહ વિશેષનું પાલન કરવું તેના અગ્યાર પ્રકાર છે. ૧ સમકિતપ્રતિમા, ૨ વ્રતપ્રતિમા, ૩ સામાયિકપ્રતિમા, ૪ પૌષધપ્રતિમા, ૫ કાયોત્સર્ગપ્રતિમા, ૬ અબ્રહ્મવર્જક પ્રતિમા, (બ્રહ્મવ્રત પાળે), ૭ સચિત્તવર્જકપ્રતિમા (સચિત્ત આહાર ન કરે), ૮ આરંભવર્જક પ્રતિમા, ૯ પ્રેગ્યવર્જકપ્રતિમા, ૧૦ ઉધિષ્ટવર્જકપ્રતિમા, ૧૧ શ્રમણભૂતપ્રતિમા.