________________
પ્રવેશ.
આ વિષયમાં સૌથી પ્રથમ તો આપણે એ વિચારવું જોઈએ કે,
૧. નમસ્કાર મંત્રનો જાપ શા માટે કરવાનો છે ?
૩૨૭
૨. વળી અનેકાનેક અનુભવી અને જ્ઞાની પુરુષોએ પણ તેનો આટલો બધો મહિમા શા માટે ગાયો છે ?
આ પ્રશ્નોનું સમાધાન એ છે કે આપણને જે મનુષ્ય-જન્મ પ્રાપ્ત થયો છે તે જન્મ ઘણો જ કિંમતી છે. તેને માત્ર ખાવા-પીવામાં, મોજશોખમાં, જીવનભર પૈસા એકત્ર કરવામાં અને એ પૈસાને સાચવવામાં કે, માત્ર આ દુન્યવી સંબંધો બાંધવા, વધારવા કે ટકાવવામાં જ પૂર્ણ કરી દેવો તેટલું જ માત્ર બુદ્ધિમાનોનું કર્તવ્ય નથી. પરંતુ આ દુર્લભ મનુષ્યજન્મમાં બનતા ઉપાયોથી આત્મવિશુદ્ધિ પ્રાપ્ત કરી, અંતરાત્માસ્વરૂપ બની આત્માને પરમાત્મભાવ તરફ વાળી, ક્રમે ક્રમે આપણા આત્મામાં પરમાત્મભાવ પ્રગટ કરી, અંતે પૂર્ણતા પ્રાપ્ત કરવી એ મનુષ્યજન્મમાં કરવા લાયક એક મહાન અને પવિત્ર કર્તવ્ય છે. જીવનવિકાસનું આ મહાન કર્તવ્ય માત્ર મનુષ્યજન્મમાં સુલભ બની શકે છે. બીજા ભવોમાં તે એટલું સુલભ નથી.
આ વસ્તુને મધ્યબિન્દુમાં રાખીને પૂર્વના મહાન પુરુષોએ વિવિધ શ્રેણીના જીવો માટે તે તે જીવોની ભૂમિકા અને યોગ્યતા મુજબ આત્મવિકાસના અનેક પ્રકારો બતાવ્યા છે. આત્મવિકાસનાં તે બધાં કારણોના મૂળમાં શ્રી નવકાર મંત્ર રહેલો છે. એના પાયા ઉપર જ જીવનવિકાસનું સાચું ચણતર શક્ય બને છે. અને એ રીતે આરાધનામાં આગળ વધતાં વધતાં ઉચ્ચ ઉચ્ચ ગુણસ્થાનકોની પ્રાપ્તિ થતાં અંતે જીવ પરમોચ્ચ પદ પ્રાપ્ત કરવા પણ ભાગ્યશાળી બને છે.
અનુભવી ગુરુ દ્વારા શ્રી નમસ્કાર મહામંત્રને વિધિપૂર્વક પ્રાપ્ત કરી તેનું પુનઃ પુનઃ સ્મરણરટણ કરવું તે જાપ છે. આ જાપ જેમ જેમ આત્મામાં પરિણામ પામે છે તેમ તેમ તેનો પ્રભાવ સાક્ષાત્ અનુભવાય છે.
હવે આપણે અહીં તે સંબંધી થોડો વધુ વિચાર કરીશું.
જીવનવિકાસમાં મુખ્ય વસ્તુ ધર્મ :- ધર્મનો વાસ્તવિક પ્રારંભ નમસ્કારભાવથી અર્થાત્ વંદનાથી૧ થાય છે. તાત્પર્ય એ છે કે જ્યારે આપણાથી અધિક ગુણવાનને નમવાની વૃત્તિવાળા બનીએ છીએ ત્યારે આપણા આત્મામાંથી પાપની રાશિઓ ઘટવા લાગે છે અને ધર્મની પાત્રતા આવે છે. આ પાત્રતા ન આવે ત્યાં સુધી કોઈપણ સસ્તુ અંતકરણમાં સ્થિરતા પામી શકતી નથી.
ધર્મ એ અમૃત છે. પરંતુ આપણું અંતઃકરણ જ્યાં સુધી અત્યંત રાગ-દ્વેષ, ઇર્ષ્યા, અસૂયા, ક્રોધ, દ્રોહ, અહંકારાદિ દોષોથી ભરેલું હોય ત્યાં સુધી તેમાં ધર્મનો પ્રવેશ જ થઈ શકતો નથી. ઘડામાં પાણી ભરવું હોય તો પ્રથમ એને ખાલી કરવો પડે છે, અર્થાત્ તેમાં અગાઉનો જે સરસામાન ભર્યો હોય છે તેને કાઢી નાખવો પડે છે; તેવી જ રીતે અંતઃકરણમાં ધર્મનો પ્રવેશ કરાવવો હોય ત્યારે તેને દોષોથી ખાલી કરવો પડે છે અને નમનશીલ બનાવવો પડે છે. જે ઘડો પાણી તરફ નમે છે તેમાં જ પાણી પ્રવેશી શકે છે. તેથી ઘડો જેમ ખાલી જોઈએ તેમ નમાવેલો પણ હોવો જોઈએ. તો જ તે ઘડો પાણીથી ભરપૂર બને છે આ હકીકત સૌને અનુભવસિદ્ધ છે. ૬. ધર્મ પ્રતિ મૂલમૂતા વન્દ્રના ॥ શ્રી લલિતવિસ્તરા.