SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનની પ્રભાવના. ૨૮૯ માટે જેમ સાધુઓને યોગ વહેવા તેમ શ્રાવકોએ ઉપધાન તપ જરૂર કરવું જોઈએ. માળા પહેરવી એ જ ઉપધાન તપનું ઉજમણું છે. કેમકે કોઈ શેઠ ઉપધાન તપ યથાવિધિ કરી, પોતાનાં કંઠમાં નવકાર આદિ સૂત્રની માળા તથા ગુરુએ પહેરાવેલી સૂતરની માળા ધારણ કરે છે. તે બે પ્રકારની શિવશ્રી (નિરુપદ્રવપણું અને મોક્ષલક્ષ્મી) ઉપાર્જે છે. જાણે મુક્તિરૂપ કન્યાની વરમાળા જ ન હોય ! સુકૃતરૂપ જળ ખેંચી કાઢવાની ઘડાની માળા ન હોય ! તથા પ્રત્યક્ષ ગુણોની ગુંથેલી માળા જ ન હોય ! એવી માળા પુણ્યવાનથી જ પહેરાય છે. આ રીતે અજવાળી પાંચમ વગેરે વિવિધ તપસ્યાઓ, ઉજમણાં પણ તે તે તપસ્યાના ઉપવાસ વગેરેની સંખ્યા પ્રમાણે નાણું, વાટકિયો, નાળિયેર, લાડુ વગેરે જુદી જુદી વસ્તુ મુકી યથાશ્રત સંપ્રદાયને અવલંબીને કરવાં. શાસનની પ્રભાવના. તેમજ તીર્થની પ્રભાવનાને માટે શ્રી ગુરુ મહારાજ પધારવાના હોય ત્યારે તેમનું સામૈયું, પ્રભાવના વગેરે દરવર્ષે જઘન્યથી એકવાર તો શક્તિ પ્રમાણે જરૂર કરવી જ. તેમાં શ્રીગુરુ મહારાજનો પ્રવેશોત્સવ બધી રીતે ઘણા આડંબરથી ચતુર્વિધ સંઘસહિત સામાં જઈ તથા શ્રીગુરુ મહારાજનો તથા સંઘનો સત્કાર વગેરે શક્તિ પ્રમાણે કરવો. કેમકે શ્રીગુરુ મહારાજને સન્મુખ ગમન, વંદન, નમસ્કાર અને સુખશાતાની પૃચ્છા કરવાથી ચિરકાળથી સંચિત કરેલું પાપ એક ઘડીવારમાં શિથિલ બંધવાળું થાય છે. પેથડશેઠે તપાગચ્છાચાર્ય શ્રી ધર્મઘોષસૂરિજીના પ્રવેશોત્સવમાં બહોતેર હજાર ટંકનો વ્યય કર્યો. “સંવેગી સાધુઓનો પ્રવેશોત્સવ કરવો એ વાત અનુચિત છે' એવી ખોટી કલ્પના કરવી નહીં કેમ કે, સિદ્ધાંતમાં સામું જઈ તેમનો સત્કાર કર્યાનું પ્રતિપાદન કરેલ છે. એ જ વાત સાધુની પ્રતિમાને અધિકાર શ્રી વ્યવહારભાષ્યમાં કહી છે. તે એ કે - પ્રતિમા પૂરી થાય ત્યારે પ્રતિમાવાહક સાધુ જ્યાં સાધુઓનો સંચાર હોય એવા ગામમાં પોતાને પ્રકટ કરે અને સાધુને અથવા શ્રાવકને સંદેશો કહેવરાવે. પછી ગામનો રાજા, અધિકારી અથવા તે ન હોય તો શ્રાવક, શ્રાવિકાઓનો અને સાધુસાધ્વીજીઓનો સમુદાય તે પ્રતિમાવાહક સાધુનો આદરસત્કાર કરે. આ ગાથાનો ભાવાર્થ એવો છે કે “પ્રતિમા પૂરી થાય ત્યારે જે નજીકના ગામમાં ઘણાં ભિક્ષાચરો તથા સાધુઓ વિચરતા હોય ત્યાં આવી પોતાને પ્રકટ કરે. અને તેમ કરતાં જે સાધુ અથવા શ્રાવક જોવામાં આવે તેની પાસે સંદેશો કહેવરાવે કે - પ્રતિમા પૂરી કરી અને તેથી હું આવ્યો છું.” પછી ત્યાં આચાર્ય હોય તે રાજાને આ વાત જાહેર કરે. “અમુક મોટા તપસ્વી સાધુએ પોતાની તપસ્યા યથાવિધિ પૂરી કરી છે. તેથી તેનો ઘણા સત્કારથી ગચ્છમાં પ્રવેશ કરાવવો છે.” પછી રાજા, તે ન હોય, તો ગામનો અધિકારી, તે ન હોય તો સમૃદ્ધ શ્રાવકવર્ગ અને તે પણ ન હોય તો સાધુ-સાધ્વી આદિ ચતુર્વિધ શ્રીસંઘ પ્રતિમાવાહક સાધુનો યથાશક્તિ સત્કાર કરે. ઉપર ચંદરવો બાંધવો, મંગળ વાજીંત્રો વગાડવાં, સુગંધી વાસક્ષેપ કરવો, વગેરે સત્કાર કહેવાય છે. એવો સત્કાર કરવામાં લાભ છે.
SR No.032040
Book TitleShraddhvidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay Gani
PublisherBhadrankar Prakashan
Publication Year1998
Total Pages394
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy