________________
કામરાગનો વિજય કેવી રીતે કરવો ?
૨૫૩ તેમજ ચારશરણા અંગીકાર કરવા સર્વ જીવરાશિને ખમાવવાં અઢારે પાપસ્થાનકનો ત્યાગ કરવો, પાપની નિંદા કરવી. પુન્યની અનુમોદના કરવી. પહેલા નવકાર ગણી
जइ मे हुज्ज पमाओ, इमस्स देहस्स इमाइ रयणीए।
आहारमुवहि देहं सव्वं तिविहेण वोसिरिअं ॥१॥ જો આ રાત્રિમાં આ દેહથી જુદો થાઊં, તો આ દેહ આહાર અને ઉપધિ એ સર્વને ત્રિવિધે કરી વોસિરાવું છું.
આ ગાથા વડે ત્રણ વાર સાગારી અનશન કરવું અને સૂતી વખતે નવકાર ચિંતવવો. એકાંત શવ્યાને વિષે જ સૂવું, પણ જ્યાં સ્ત્રી વગેરેનો સંસર્ગ હોય ત્યાં ન સૂવું. કેમકે વિષયસેવનનો અભ્યાસ અનાદિ કાળનો છે અને વેદનો ઉદય ખમવો બહુ મુશ્કેલ છે. તેથી કદાચ કામવાસનાથી જીવ પીડાય; કેમ કે જેમ લાખની વસ્તુ અગ્નિની પાસે મૂકતાં તુરત પીગળી જાય છે તેમ ધીર અને દુર્બળ શરીરવાળા પુરુષ હોય તો પણ તે સ્ત્રી પાસે હોય તો પીગળી જાય છે. પુરુષ મનમાં જે વાસના રાખીને સૂઈ જાય છે તે જ વાસનામાં તે પાછો જાગૃત થાય ત્યાં સુધી રહે છે એવું ડાહ્યા પુરુષોનું કહેવું છે.
માટે મોહનો સર્વથા ત્યાગ કરીને વૈરાગ્ય વગેરેની ભાવના ભાવતાં ઊંઘ લેવી. તેમ કરવાથી ખોટું સ્વપ્ર અથવા દુઃસ્વપ્ર આવતું નથી ધર્મની બાબતનાં જ સારાં સ્વપ્ર આવે છે. બીજું સૂતી વખતે શુભભાવના ભાવે તો સૂતો માણસ પરાધીન હોવાથી, આપદા ઘણી હોવાથી, આયુષ્ય સોપક્રમ હોવાથી તથા કર્મગતિ વિચિત્ર હોવાથી કદાચ મરણ પામે તો પણ તેની શુભગતિ જ થાય. કેમકે “છેવટે જેવી મતિ તેવી ગતિ થાય.” એવું શાસ્ત્રવચન છે. અહીં કપટી સાધુએ હણેલા પોસાતી ઉદાયી રાજાનું દષ્ટાંત જાણવું. કામરાગનો વિજય કેવી રીતે કરવો?
હવે ચાલતી ગાથાના ઉત્તરાર્ધની વ્યાખ્યા કરીએ છીએ. પછી પાછલી રાત્રિએ ઊંઘ ઊડી જાય ત્યારે અનાદિકાળના ભવના અભ્યાસના રસથી ઉદય પામતા એવા દુર્જય કામરાગને જીતવાને માટે સ્ત્રીના શરીરનું અશુચિપણું વગેરેઅમનમાં ચિતવવું. “અશુચિપણું વગેરે” એમાં વગેરે શબ્દ કહ્યો છે માટે જંબૂસ્વામી, સ્થૂલભદ્રસ્વામી આદિ મોટા ઋષિઓએ તથા સુદર્શન વગેરે સુશ્રાવકોએ દુઃખથી પળાય એવું શીલ પાળવા જે મનની એકાગ્રતા કરી તે, કષાય વગેરેનો જય કરવાને માટે જે ઉપાય કર્યા છે, સંસારની અતિશય વિષમ સ્થિતિ અને ધર્મના મનોરથ મનમાં ચિંતવવા.
તેમાં સ્ત્રીના શરીરનું અપવિત્રપણું, નિંદપણું, વગેરે સર્વ પ્રસિદ્ધ છે. પૂજ્ય શ્રી મુનિસુંદરસૂરિજી મ. એ અધ્યાત્મકલ્પદ્રુમમાં કહ્યું છે કે અરે જીવ ! ચામડી, હાડકાં, મજ્જા, આંતરડાં, ચરબી, લોહી, માંસ, વિષ્ટા વગેરે અશુચિ અને અસ્થિર એવા પુદ્ગલોના સ્કંધ સ્ત્રીના શરીરના આકારે પરિણમ્યા છે, તેમાં તને રમણીય શું લાગે છે ? અરે જીવ ! થોડી વિષ્ટા વગેરે અપવિત્ર વસ્તુ દૂર પડેલી જોવામાં આવે તો તું શું શું કરે છે અને નાક મરડે છે. એમ છતાં તે મૂર્ખ ! તે જ