________________
અન્ય હિતવચનો.
- ૨૧૫
પુરુષે ભાટ, ચારણ અને બ્રાહ્મણ વગેરે લોકોએ કરેલી પોતાની પ્રશંસા સાંભળી મનમાં અહંકાર ન લાવવો તથા સમજુ લોકો વખાણ કરે તો તે ઉપરથી આપણામાં ગુણ છે એટલો નિશ્ચય ફકત કરવો, પણ અહંકાર ન કરવો. વિચક્ષણ પુરુષોએ પારકા વચનનો અભિપ્રાય બરાબર ધારવો.
નીચ માણસ હલકાં વચન બોલે તો તેને બદલો વાળવા તેવાં વચન મુખમાંથી કાઢવાં નહીં. ડાહ્યા પુરુષે જે વાત અતીત, અનાગત તથા વર્તમાનકાળમાં ભરોસો રાખવા યોગ્ય ન હોય તે વાતમાં એ એમ જ છે એવો સ્પષ્ટ પોતાનો અભિપ્રાય ન જણાવવો. વિવેકી પુરુષોએ પારકા માણસ પાસેથી શરૂ કરાવવા ધારેલું કામ તે માણસ આગળ પહેલેથી જ કાંઈ દાખલા-દલીલથી અથવા વિશેષ વચનથી જણાવવું. આપણા ધારેલા કાર્યને અનુકૂળ એવું કોઈનું વચન હોય તો તે આપણા કાર્યની સિદ્ધિ માટે અવશ્ય કબૂલ કરવું જેનું કાર્ય આપણાથી ન બની શકે એમ હોય તો તેને પહેલેથી જ ના કહી દેવું, પણ મિથ્યાવચન કહી ખાલી કોઈને ધક્કા ન ખવરાવવા.
સમા લોકોએ કોઈને કડવાં વચન ન સંભળાવવાં. પોતાના શત્રુઓને તેવાં વચન સંભળાવવાં પડે તો તે પણ અન્યોક્તિથી અથવા બીજા કોઈ બહાનાથી સંભળાવવા. જે પુરુષ માતા, પિતા, રોગી, આચાર્ય, પરોણા, ભાઈ, તપસ્વી, વૃદ્ધ, બાળક, દુર્બળ માણસ, વૈદ્ય, પોતાની સંતતિ, ભાઈઆત, ચાકર, બેન, આશ્રિત લોકો, સગાંસંબંધી અને મિત્ર એટલાની સાથે જે કલહ ન કરે તે ત્રણે જગતને વશ કરે છે.
એક સરખું સૂર્ય તરફ ન જોવું, તેમજ ચંદ્ર-સૂર્યનું ગ્રહણ, ઊંડા કૂવાનું પાણી અને સંધ્યા સમયે આકાશ ન જોવું. સ્ત્રી-પુરુષનો સંભોગ, મૃગયા, તરુણ અવસ્થામાં આવેલ નગ્ન સ્ત્રી, જાનવરોની ક્રિીડા અને કન્યાની યોનિ એટલા વાનાં ન જોવાં.
વિદ્વાન પુરુષ પોતાના મુખનો પડછાયો તેલમાં, જળમાં, હથિયારમાં, મૂત્રમાં તથા લોહીમાં ન જુએ. કારણ કે એમ કરવાથી આયુષ્ય ઘટે છે. સારા માણસે કબૂલ કરેલ વચનનો ભંગ, ગઈ વસ્તુનો શોક તથા કોઈનો નિદ્રાભંગ કોઈ કાળે પણ ન કરવો. ઘણાની સાથે વૈર ન કરતાં ઘણા મતમાં પોતાનો મત આપવો. - જેમાં રસ નથી એવાં કાર્યો પણ સમુદાયની સાથે કરવાં. સુજ્ઞપુરુષોએ સર્વે સારા કાર્યમાં અગ્રેસર થવું. માણસો કપટથી પણ નિઃસ્પૃહપણું દેખાડે તો પણ તેથી લાભ થાય છે. પુરુષોએ જે કૃત્ય કરવાથી કોઈનું નુકશાન થાય એવું કામ કરવા તત્પર ન થવું. તથા સુપાત્ર માણસોની કોઈ કાળે અદેખાઈ કરવી નહીં.
પોતાની જાતિ ઉપર આવેલા સંકટની ઉપેક્ષા ન કરવી પણ ઘણા આદરથી જાતિનો સંપ થાય તેમ કરવું. કારણ કે એમ ન કરે તો માન્ય પુરુષોનું માન ખંડના અને અપયશ થાય. પોતાની જાતિ છોડીને પરજાતિમાં આસક્ત થયેલા લોકો કુકર્મમાં રાજાની જેમ મરણ પર્યત દુઃખ પામે છે. જ્ઞાતિઓ અંદરો-અંદર કલહ કરવાથી પ્રાયે નાશ પામે છે અને સંપમાં રહે તો જેમ જળમાં કમળિની વધે છે તેમ વૃદ્ધિ પામે.
સમજુ માણસે દરિદ્રી અવસ્થામાં આવેલો પોતાનો મિત્ર, સાધર્મ, જ્ઞાતિના આગેવાન, મોટા