________________
૨૦૬
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ
ઉતરી જાય તો કદાચ બન્ને જણા અનુચિત કૃત્ય કરે એવો પણ સંભવ છે. આ વિષય ઉપર એક દૃષ્ટાંત સંભળાય છે. તે એ છે કે :
કજોડાનું દૃષ્ટાંત.
ભોજરાજાના રાજ્યમાં આવેલી ધારાનગરીની અંદર એક ઘરમાં ઘણો કુરૂપ અને નિર્ગુણી એવો પુરુષ તથા અતિ રૂપવતી અને ગુણવાન એવી સ્ત્રી હતી. બીજા ઘરમાં તેથી ઉલટું એટલે પુરુષ સારો અને સ્રી બેશીકલ હતી. એક સમયે બન્ને જણાના ઘરમાં ચોરે ખાતર પાડ્યું અને બન્ને કજોડાને જોઈ કાંઈ ન બોલતાં સુરૂપ સ્રી સુરૂપ પુરુષ પાસે અને કુરૂપ સી કુરૂપ પુરુષ પાસે
ફેરવી નાંખી.
જેવો સુરૂપનો યોગ થયો કે તે બન્ને સ્ત્રી-પુરુષ પ્રથમ ઘણા ઉદ્વિગ્ન રહેતા હતા તે હર્ષ પામ્યા. પણ જેને કુરૂપ સ્ત્રીનો યોગ થયો તેણે રાજસભામાં વિવાદ ચલાવ્યો. રાજાએ ઢંઢેરો પીટાવ્યો ત્યારે ચોરોએ આવીને કહ્યું કે, “હે મહારાજ ! રાત્રિમાં પરદ્રવ્યનો અપહાર કરનારા અમે વિધાતાની ભૂલ સુધારી, એક રત્નનો બીજા રત્નની સાથે યોગ કર્યો.” ચોરનું વચન સાંભળી હસનારા રાજાએ તે જ વાત પ્રમાણ કરી.
વિવાહના ભેદ વગેરે આગળ કહેવાશે. “તેને ઘરના કારભારમાં જોડવો.' એમ કહેવાનું કારણ એ છે કે ઘરના કારભારમાં જોડાયેલો પુત્ર હંમેશાં ઘરની ચિંતામાં રહેવાથી સ્વચ્છંદી અથવા મદોન્મત્ત ન થાય. તેમજ ઘણાં દુ:ખ સહન કરી ધન કમાવવું પડે છે, એ વાતનો જાણ થઈ અનુચિત વ્યય કરવાનું ટાળે. “ઘરની માલિકી સોંપવી” એમ કહ્યું, તેનું કારણ એ છે કે મોટા લોકોએ યોગ્ય કાર્ય નાનાને માથે નાંખવાથી નાનાની પ્રતિષ્ઠા થાય છે. ઘરનો કાર્યભાર સારી પરીક્ષા કરીને નાનો પુત્ર યોગ્ય હોય તો તેને માથે જ નાંખવો. કારણ કે તેમ કરવાથી જ નિર્વાહ થવાનો તથા તેથી શોભા વગેરે વધવાનો પણ સંભવ છે.
પ્રસેનજિત રાજાએ પહેલાં સર્વે પુત્રોની પરીક્ષા કરી. છેલ્લો સોમો પુત્ર જે શ્રેણિક તેને માથે જ રાજ્ય સોંપ્યું. પુત્રની જેમ જ પુત્રી, ભત્રીજા વગેરેના સંબંધમાં પણ યોગ્યતા માફક ઉચિત આચરણ કરવાનું જાણવું. તેમજ પુત્રની વહુના સંબંધમાં પણ સમજવું. જેમ ધનશ્રેષ્ઠીએ ચોખાના પાંચ દાણા આપી પરીક્ષા કરી. ચોથી વહુ રોહિણીને જ ઘરની સ્વામીની કરી તથા ઉજ્ઞિતા, ભોગવતી અને રક્ષિતા એ ત્રણે મોટી વહુઓને અનુક્રમે કચરા વગેરે કાઢવાનું, રાંધવાનું તથા ભંડારનું કામ સોંપ્યું.
પિતા પુત્રની તેના દેખતાં પ્રશંસા ન કરે, કદાચ પુત્ર વ્યસનમાં સપડાય એમ હોય તો તેને ઘૂતાદિ વ્યસનથી થતો ધનનો નાશ, લોકમાં અપમાન, તર્જના, તાડના આદિ દુર્દશા સંભળાવે, તેથી તે વ્યસનમાં સપડાતો અટકે છે. તથા લાભ, ખરચ અને શિલક એ ત્રણે પુત્ર પાસેથી તપાસી લે તેથી તે સ્વચ્છંદી થતો નથી તથા પોતાની મોટાઈ રહે છે.
“પુત્રની પ્રશંસા જ ન કરે” એમ કહેવાનું કારણ એ છે કે પહેલાં તો પુત્રની પ્રશંસા જ ન કરવી. કહ્યું છે કે ગુરુની તેમના મુખ આગળ, મિત્રોની તથા બાંધવોની પછવાડે, દાસ તથા