________________
૨૦૪
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ કદાચ કોઈ યોગ્ય કારણથી પુરુષને બે સ્ત્રીઓ પરણવી પડે તો તે બન્નેને વિષે તથા બન્નેના પુત્રાદિને વિષે સમદષ્ટિ વગેરે રાખવી; પરંતુ બેમાંથી કોઈનો વારો ખંડિત ન કરવો. કારણ કે શોક્યનો વારો તોડાવીને પોતાના પતિની સાથે કામ સંભોગ કરનાર સ્ત્રીને ચોથા વ્રતનો બીજો અતિચાર લાગે છે એમ કહ્યું છે. સ્ત્રી ઘણી ક્રોધે ભરાણી હોય તો તેને સમજાવવાનું કારણ એ છે કે, તેમ ન કરે તો તે કદાચ સોમભદ્રની સ્ત્રીની જેમ સહસાત્કારથી કૂવામાં પડે અથવા બીજું એવું જ કાંઈ અકૃત્ય કરે. માટે સ્ત્રીઓની સાથે હંમેશાં નરમાશથી વર્તવું. કોઈ કાળે પણ કઠોરપણું ન બતાવવું કેમકે પાશ્ચાત્ત: સ્ત્રીપુ માર્દવમ્ પાંચલ ઋષિ કહે છે કે સ્ત્રીઓને વિષે નરમાશ રાખવી, નરમાશથી જ સ્ત્રીઓ વશ થાય છે અને તે રીતે જ તેમનાથી સર્વત્ર સર્વ કામ સિદ્ધ થયેલાં દેખાય છે. અને નરમાશ ન હોય તો કાર્યસિદ્ધિને બદલે કાર્યમાં બગાડ થયેલો અનુભવાય છે.
નગુણી સ્ત્રી હોય તો બહુ જ નરમાશથી કામ લેવાની કાળજી રાખવી જોઈએ. દેહમાં જીવ છે ત્યાં સુધી મજબૂત બેડી સરખી વળગેલી તે નગુણી સ્ત્રીથી જ કોઈ પણ રીતે પોતાનું જીવન જીવવું. અને સર્વ પ્રકારનો નિર્વાહ કરી લેવો. કારણ કે “ગૃહિણી તે ઘર” એવું શાસ્ત્રનું વચન છે.” “ધનના લાભની અથવા નુકશાનની વાત ન કરવી.” એમ કહેવાનું કારણ એ છે કે, પુરુષ ધનનો લાભ સ્ત્રી આગળ કરે તો તે તુચ્છપણાથી જ્યાં ત્યાં તે વાત કરે અને ભર્તારની ઘણા કાળથી મેળવેલી મોટાઈ ગુમાવે.
ઘરમાંની છાની વાતો તેની આગળ નહીં કહેવાનું કારણ એ છે કે સ્ત્રી સ્વભાવથી જ કોમળ હૃદયની હોવાથી તેના મુખમાં છાની વાત ટકે નહીં. તે પોતાની બહેનપણીઓ વગેરેની આગળ તે વાત જાહેર કરે અને તેથી આગળથી ધારેલાં કાર્યો નિષ્ફળ કરી નાંખે. કદાચ કોઈ છાની વાત મુખે જાહેર થવાથી રાજદ્રોહનો વાંક પણ ઉભો થાય, માટે જ ઘરમાં સ્ત્રીનું મુખ્ય ચલણ ન રાખવું. કહ્યું છે કે સ્ત્રી પુર્વવ્યા પ્રમવતિ થવા તદ્ધિ દં વિનાષ્ટમ” સ્ત્રી, પુરુષ જેવી પ્રબળ થાય તો તે ઘર ધૂળ બરાબર મળી ગયું એમ સમજવું. આ વિષય ઉપર નીચે લખેલી એક કથા છે. મંથર કોળીનું દૃષ્ટાંત.
કોઈ નગરમાં મંથર નામનો એક કોળી હતો. તે વણવાનો દાંડો વિગેરે કરવા લાકડાં લાવવા જંગલમાં ગયો. ત્યાં એક સીસમના ઝાડને કાપતાં તેના અધિષ્ઠાયક વ્યંતરે ના પાડી તો પણ તે સાહસથી તોડવા લાગ્યો. ત્યારે વ્યંતરે કોળીને કહ્યું “વર માગ” તે કોળીના ઘરમાં તેની પત્નીનું જોર હોવાથી તે પત્નીને પૂછવા ગયો. માર્ગમાં તેનો એક (ઘાંયજો) દોસ્ત મળ્યો, તેણે કહ્યું. “તું રાજ્ય માગ.” તો પણ તેણે પત્નીને પૂછયું. પત્ની તુચ્છ સ્વભાવની હતી તેથી એક વચન તેની યાદમાં આવ્યું કે -
પુરુષ લક્ષ્મીના લાભથી ઘણો વધી જાય ત્યારે પોતાના જૂના દોસ્ત, સ્ત્રી અને ઘર એ ત્રણ વસ્તુને છોડી દે છે. એમ વિચારી તેણે ભર્તારને કહ્યું કે “ઘણા દુઃખદાયી રાજ્યને લઈને શું કરવું છે ? બીજા બે હાથ અને એક મસ્તક માંગ એટલે હારાથી બે વસ્ત્ર સાથે વણાશે.”