SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ વ્યવહારશુદ્ધિનું સ્વરૂપ. અન્યાયથી મેળવેલા ધનનું એવું પરિણામ ધ્યાનમાં લઈ ન્યાયથી ધન મેળવવા માટે ઉદ્યમ કરવો. કેમ કે સાધુઓના વિહાર, આહાર, વ્યહવાર અને વચન એ ચારે, શુદ્ધ છે કે નહીં તે જોવાય છે. પણ ગૃહસ્થનો તો માત્ર એક વ્યવહાર જ શુદ્ધ છે કે નહિ તે જોવાય છે. વ્યવહાર શુદ્ધ હોય તો સર્વે ધર્મકૃત્યો સફળ થાય છે. દિનકૃત્યાકારે કહ્યું છે કે વ્યવહાર શુદ્ધ રાખવો એ ધર્મનું મૂળ છે. કેમકે વ્યવહાર શુદ્ધ હોય તો તેથી મેળવેલું ધન શુદ્ધ હોય છે. ધન શુદ્ધ હોય તો આહાર શુદ્ધ હોય છે. આહાર શુદ્ધ હોય તો દેહ શુદ્ધ હોય છે અને દેહ શુદ્ધ હોય તો માણસ ધર્મકૃત્ય કરવાને ઉચિત થાય છે. તે માણસ જે જે કાંઈ કૃત્ય કરે છે તે તે કૃત્ય તેનું સફળ થાય પરંતુ વ્યવહાર શુદ્ધ ન હોય તો, માણસ જે જે કાંઈ કૃત્ય કરે તે સર્વે તેનું નકામું છે. કેમકે વ્યવહાર શુદ્ધ ન રાખનાર માણસ ધર્મની નિંદા કરાવે છે, ધર્મની નિંદા કરાવનાર માણસ પોતાને તથા પરને અતિશય દુર્લભબોધિ કરે છે. માટે વિચક્ષણ પુરુષે બની શકે તેટલો પ્રયત્ન કરી એવાં કૃત્યો કરવાં કે જેથી મૂર્ખજાનો ધર્મની નિંદા કરે નહીં. લોકમાં પણ આહાર માફક શરીરપ્રકૃતિ બંધાય છે એ વાત પ્રકટ દેખાય છે. જેમ પોતાની બાલ્યાવસ્થામાં ભેંસનું દૂધ પીનારા ઘોડાઓ જળમાં સુખે પદ પા -હે છે અને ગાયનું દૂધ પીનારા ઘોડાઓ જળથી દૂર રહે છે. તેમ માણસ પણ નાનપણ - નાદિ અવસ્થામાં જેવો આહાર ભોગવે છે; તેવી તેમની પ્રકૃતિ બંધાય છે માટે વ્યવહાર શુદ્ધ રાખવા માટે સારો પ્રયત્ન કરવો. દેશવિરુદ્ધ. દેશાદિ વિરુદ્ધ વાતનો ત્યાગ કરવો. એટલે જે વાત દેશવિરુદ્ધ (દ. ની ઢીને મળતી ન આવે એવી) અથવા સમયને અનુસરતી ન હોય એવી અથવા રાજાદિ ન ગમે એવી હોય તે છોડી દેવી. હિતોપદેશમાલામાં કહ્યું છે કે, જે માણસ દેશ, કાળ, રાજા, લોક તથા ધર્મ આમાંથી કોઈને પણ પ્રતિકૂળ આવે તેવી વાત જો વર્ષે તો તે સમકિત અને ધર્મ પામે. તેમાં સિંધ દેશમાં ખેતી અને લાટ દેશમાં દારૂ નિપજાવવો એ દેશવિરુદ્ધ છે. બીજાં પણ જે દેશમાં શિખ લોકોએ જે વર્જયું હોય તે તે દેશમાં દેશવિરુદ્ધ જાણવું. અથવા જાતિ, કુળ વગેરેની રીતભાતને જે અનુચિત હોય તે દેશવિરુદ્ધ કહેવાય. જેમ બ્રાહ્મણે મદ્યપાન કરવું તથા તલ, લવણ વગેરે વસ્તુનો વિક્રય કરવો એ દેશવિરુદ્ધ છે. - તેમના શાસ્ત્રમાં કહ્યું છે કે તલનો વ્યાપાર કરનારા બ્રાહ્મણો જગતમાં તલ માફક હલકા તથા કાળું કામ કરનારા હોવાથી કાળા ગણાય છે, તથા પરલોકે તલની જેમ ઘાણીમાં પીલાય છે. કુળની રીતભાત પ્રમાણે તો ચૌલુક્ય વગેરે કુળમાં થયેલા લોકોને મદ્યપાન કરવું તે દેશવિરુદ્ધ છે; અથવા પરદેશી લોકો આગળ તેમના દેશની નિંદા કરવી વગેરે દેશવિરુદ્ધ કહેવાય છે.
SR No.032040
Book TitleShraddhvidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay Gani
PublisherBhadrankar Prakashan
Publication Year1998
Total Pages394
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy