________________
પાપઋદ્ધિ અંગે દષ્ટાંત.
૧૮૫ લાભ થાય ત્યારે પૂર્વે કરેલા મનોરથ લાભના અનુસારથી સફળ કરવા, કેમ કે ઉદ્યમનું ફળ લક્ષ્મી છે, અને લક્ષ્મીનું ફળ સુપાત્રે દાન દેવું એ છે; માટે જો સુપાત્રે દાન ન કરે, તો ઉદ્યમ અને લક્ષ્મી બન્ને દુર્ગતિનાં કારણે થાય છે. સુપાત્રે દાન દે તો જ પોતે ઉપાર્જન કરેલી લક્ષ્મી તે ધર્મની ઋદ્ધિ કહેવાય, નહીં તો પાપની ઋદ્ધિ કહેવાય. કહ્યું છે કે -
ઋદ્ધિ ત્રણ પ્રકારની છે, એક ધર્મઋદ્ધિ, બીજી ભોગઋદ્ધિ અને ત્રીજી પાપઋદ્ધિ. તેમાં જે ધર્મકૃત્યને વિષે વપરાય છે તે ધર્મદ્ધિ, જે શરીર સુખને અર્થે વપરાય તે ભોગદ્ધિ અને જે દાનના તથા ભોગના કામમાં આવતી નથી, તે અનર્થ ઉત્પન્ન કરનારી પાપતિ કહેવાય છે. પૂર્વભવે કરેલા પાપકર્મથી અથવા ભાવી પાપથી પાપઋદ્ધિ પમાય છે. આ વિષય ઉપર નીચેનું દષ્ટાંત વિચારો :પાપઋદ્ધિ અંગે દૃષ્ટાંત.
વસંતપુર નગરમાં એક બ્રાહ્મણ, એક ક્ષત્રિય, એક વણિક અને એક સોની એ ચાર જણા મિત્ર હતા. તેઓ દ્રવ્ય ઉપાર્જન કરવા માટે બધા સાથે પરદેશ જવાને નીકળ્યા. રાત્રિએ એક ઉદ્યાનમાં રહ્યા. ત્યાં વૃક્ષની શાખાએ લટકતો એક સુવર્ણપુરુષ તેમણે દીઠો. ચારમાંથી એક જણે કહ્યું. “દ્રવ્ય છે.” સુવર્ણપુરુષે કહ્યું, “દ્રવ્ય અનર્થ આપનારૂં છે.” તે સાંભળી સર્વ જણા ભયથી સુવર્ણપુરુષને તજ્યો, પણ સોનીએ સુવર્ણપુરુષને કહ્યું. “નીચે પડ” ત્યારે સુવર્ણપુરુષ નીચે પડ્યો પછી સોનીએ તેની એક આંગળી કાપી લીધી અને બાકી સર્વ સુવર્ણપુરુષને એક ખાડામાં ફેંક્યો, તે સર્વએ જોયો. પછી તે ચાર જણામાંથી બે જણા ભોજન લાવવા માટે ગામમાં ગયા અને બે જણા બહાર રહ્યા. ગામમાં ગયેલા બે જણા બહાર રહેલાને માટે વિષ મિશ્રિત અન્ન લાવ્યા. બહાર રહેલા બે જણાએ ગામમાંથી આવતા બે જણાને ખગપ્રહારથી મારી નાખી પોતે વિષમિશ્રિત અન્ન ભક્ષણ કર્યું. આ રીતે ચારે જણા મરણ પામ્યા. એ પાપઋદ્ધિ ઉપર દૃષ્ટાંત છે.
માટે દરરોજ દેવપૂજા, અન્નદાન આદિ પુણ્ય તથા સંઘપૂજા, સાધર્મિક વાત્સલ્ય વગેરે અવસરે પુણ્ય કરીને પોતાની લક્ષ્મી ધર્મકૃત્યે લગાડવી. સાધર્મિકવાત્સલ્ય વગેરે અવસરનાં પુણ્યો ઘણા દ્રવ્યનો વ્યય કરવાથી થાય છે અને તેથી તે શ્રેષ્ઠ પણ કહેવાય છે અને દરરોજ થતાં પુણ્યો નાનાં કહેવાયાં છે એ વાત સત્ય છે, તો પણ દરરોજનાં પુષ્પો નિત્ય કરતા રહીએ તો તેથી પણ મોટું ફળ ઉત્પન્ન થાય છે. માટે દરરોજનાં પુણ્ય કરીને જ અવસરનાં પુણ્ય કરવાં એ ઉચિત છે. - ધન અલ્પ હોય તથા બીજાં એવા જ કારણ હોય તો પણ ધર્મકૃત્ય કરવામાં વિલંબ ન કરવો. કહ્યું છે કે થોડું ધન હોય તો થોડામાંથી થોડું પણ આપવું, પણ મોટા ઉદયની અપેક્ષા ન રાખવી. ઇચ્છા માફક દાન આપવાની શક્તિ ક્યારે? કોને મળવાની ? આવતી કાલે કરવા ધારેલું ધર્મકાર્ય આજે જ કરવું. પાછલે પહોરે કરવા ધારેલું ધર્મકાર્ય બપોર પહેલાં જ કરવું; કારણ કે મૃત્યુ આવશે ત્યારે એમ નહીં વિચાર કરે કે “એણે પોતાનું કર્તવ્ય કેટલું કર્યું છે - અને કેટલું બાકી રાખ્યું છે ?”