________________
૧૬૨
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ
મનુસ્મૃતિના ચોથા અધ્યાયમાં કહ્યું છે કે રૂત, અમૃત, મૃત, પ્રકૃતિ અને સત્યા નૃત એટલા ઉપાયથી પોતાની આજીવિકા કરવી, પરંતુ નીચ સેવા કરી પોતાનો નિર્વાહ કદી પણ ન કરવો. ચૌટામાં પડેલા દાણા વીણવા તે રૂત કહેવાય છે. યાચના કર્યા વગર મળેલું તે અમૃત અને યાચના કરવાથી મળેલું તે મૃત કહેવાય છે. પ્રકૃતિ તે ખેતી અને સત્યાગૃત એટલે વેપાર જાણવો. વણિક લોકોને તો દ્રવ્ય સંપાદન કરવાનો મુખ્ય માર્ગ વ્યાપાર જ છે. કહ્યું છે કે લક્ષ્મી વિષ્ણુના વક્ષસ્થળે અથવા કમળવનમાં રહેતી નથી, પણ પુરુષોના ઉદ્યમરૂપ સમુદ્રમાં તેનું મુખ્યસ્થાન છે.
વિવેકી પુરુષે પોતાનો અને પોતાના સહાયક ધન, બળ, ભાગ્યોદય, દેશ, કાળ આદિનો વિચાર કરીને જ વ્યાપાર કરવો, નહીં તો ખોટ વગેરેનો સંભવ રહે છે. કહ્યું છે કે બુદ્ધિશાળી પુરુષે પોતાની શક્તિ હોય તે પ્રમાણે જ કાર્ય કરવું. તેમ ન કરે તો લોકમાં કાર્યની અસિદ્ધિ, લજ્જા, ઉપહાસ, હલના તથા લક્ષ્મીની અને બળની હાનિ થાય. અન્ય ગ્રંથકારોએ પણ કહ્યું છે કે દેશ કયો છે ? મારા સહાયકારી કેવા છે ? કાળ કેવો છે ? મારે આવક તથા ખર્ચ કેટ છે ? હું કોણ છું અને મારી શક્તિ કેટલી છે ? એ વાતનો દરરોજ વારંવાર વિચાર કરવો.
" શીધ્ર હાથ આવનારાંવિદન વિનાનાં, પોતાની સિદ્ધિને અર્થે ઘણાં સાધનો ધરાવનારાં એવાં કારણો પ્રથમથી જ શીઘ કાર્યની સિદ્ધિ સૂચવે છે. યત્ન વગર પ્રાપ્ત થનારી અને યત્નથી પણ પ્રાપ્ત ન થનારી લક્ષ્મી, પુણ્ય અને પાપમાં કેટલો ભેદ છે ? તે જણાવે છે. વ્યાપારમાં વ્યવહારશુદ્ધિ અને તેના ભેદ.
વ્યાપારમાં વ્યવહારની શુદ્ધિ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ ભેદથી ચાર પ્રકારની છે. દ્રવ્યશુદ્ધિ.
દ્રવ્યશુદ્ધિ તે પંદર કર્માદાન આદિનું કારણ એવું કરિયાણું સર્વથા વર્જવું. કહ્યું છે કે ધર્મને પીડા કરનારૂં તથા લોકમાં અપયશ ઉત્પન્ન કરનારૂં કરિયાણું ઘણો લાભ થતો હોય, તો પણ પુણ્યાર્થી લોકોએ કદી ન લેવું કે ન રાખવું. તૈયાર થયેલાં વસ્ત્ર, સૂતર, નાણું, સુવર્ણ અને રૂપું વિગેરે વ્યાપારની ચીજ પ્રાયે નિર્દોષ હોય છે.
- વ્યાપારમાં જેમ આરંભ ઓછો થાય તેમ હંમેશાં ચાલવું. દુભિક્ષ આદિ આવ્યાં છતાં બીજી કોઈ રીતે નિર્વાહ ન થતો હોય તો ઘણા આરંભથી થાય એવો વ્યાપાર તથા ખરકર્મ વગેરે પણ કરે. તથાપિ ખરકર્મ વગેરે કરવાની ઇચ્છા મનમાં ન રાખવી. તેવો પ્રસંગ આવ્યે કરવું પડે તો પોતાના આત્માની અને ગુરુની સાખે તેની નિંદા કરવી તથા મનમાં લજ્જા રાખીને જ તેવાં કાર્ય કરવાં.
સિદ્ધાંતમાં ભાવશ્રાવકના લક્ષણમાં કહ્યું છે કે સુશ્રાવક તીવ્ર આરંભ વર્ષે અને તે વિના નિર્વાહ ન થતો હોય તો મનમાં તેવા આરંભની ઇચ્છા ન રાખતાં કેવળ નિર્વાહને અર્થે જ તીવ્ર આરંભ કરે; પણ આરંભ-પરિગ્રહ રહિત એવા ધન્યવાદને લાયક જીવોની સ્તુતિ કરવી. તથા સર્વ જીવ ઉપર દયાભાવ રાખવો. જે મનથી પણ કોઈ જીવને પીડા ઉપજાવતા નથી અને જે આરંભના પાપથી વિરતિ પામેલા છે, એવા ધન્ય મહામુનિઓ ત્રણકોટિએ શુદ્ધ આહાર ગ્રહણ કરે છે.