________________
શાલિભદ્ર.
શાલિભદ્ર.
૧૪૭
ગોભદ્રશેઠ અને ભદ્રા શેઠાણીનો પુત્ર શાલિભદ્ર અપૂર્વ ઋદ્ધિવંત હતો. શ્રેણિકની પત્નીએ એક રત્નકંબલની રાજા પાસે માંગણી કરી. પણ રાજા તે ન લઈ શક્યો જે શાલિભદ્રે સોળે કંબલ લઈ લીધી અને તેની સ્ત્રીઓએ એક દિવસ પહેરી બીજે દિવસે કાઢી નાંખી. શ્રેણિક આવા વૈભવીને જોવા જાતે ગોભદ્ર શેઠને ત્યાં આવ્યો. તેનો વૈભવ અને સમૃદ્ધિ જોઈ શ્રેણિક આશ્ચર્ય મુગ્ધ બન્યો. પણ રાજાના આવવાથી શાલિભદ્રને પ્રથમ તો લાગેલું કે “રાજા કોઈ ક્રયની વસ્તુ હશે” માટે ખરીદી લો, એવો આદેશ કર્યો. પણ માતાએ સમજાવ્યું કે “તે તો આપણા સ્વામી છે તેની કૃપાએ આપણે સુખી છીએ.'' એવું સાંભળતા તરત જ શાલિભદ્રના હૃદયમાં નવીન ચમત્કાર જાગ્યો. તેને સ્વામિ વિનાના પદની ઝંખના જાગી. તેણે વૈભવ છોડ્યો, મોહ છોડ્યો, સંયમ લીધું અને છેવટે ઇચ્છિત સુખ મેળવ્યું. આ શાલિભદ્રની ઋદ્ધિ એ પૂર્વભવના મુનિદાનનો પ્રતાપ હતો.
પૂર્વભવમાં તે એક ગરીબ વૃદ્ધાનો પુત્ર હતો. ઉત્સવના પ્રસંગમાં સૌ છોકરાઓએ ખીર ખાધી તે આ બાળકે જોઈ, મા પાસે ખીરની માગણી કરી. માતાએ લોકો પાસેથી દૂધ ચોખાની માગણી કરી ખીર બનાવી. ખીર પુત્રને સોંપી માતા બહાર ગઈ. પુત્ર ખાવા બેસે છે તે વખતે કોઈ તપસ્વી મુનિ પધાર્યા. આગ્રહથી સમગ્ર ખીર તે બાળકે મુનિને વહોરાવી. અને અનુમોદના કરી કે ‘અહો મારૂં આવું ભાગ્ય ક્યાંથી ?' પછી તેણે ખીરભોજન કર્યું. રાત્રે શૂળ ઉત્પન્ન થયું. વ્યાધિમાં પણ આ બાળકે તે દાનની અનુમોદના કરી. અંતે મૃત્યુ પામી તે શાલિભદ્ર થયો. રેવતી શ્રાવિકા.
શ્રાવસ્તી નગરીમાં ભગવાન મહાવીર ઉપર ગોશાળાએ તેજોલેશ્યા મૂકી. તેજોલેશ્યાને લીધે ભગવાન લોહીના અતિસારથી છ માસ પીડાયા. સિંહમુનિએ રેવતી શ્રાવિકાને ત્યાંથી કોળાપાક વ્હોરી ભગવાનને વપરાવ્યો. જેથી ભગવાનનો રોગ શાન્ત થયો. અને રેવતી શ્રાવિકાએ તે કોળાપાક એવી પ્રબળ ભાવનાવૃદ્ધિથી વહોરાવ્યો કે તીર્થંકરનામગોત્ર ઉપાર્જન કર્યું. અને આવતી ચોવીશીમાં સત્તરમા સમાધિ નામે તીર્થંકર થઈ મોક્ષ પામશે.
ગ્લાન સાધુની વૈયાવચ્ચ વિષે.
ગ્લાન (માંદા) સાધુની વૈયાવચ્ચ કરવામાં મહાલાભ છે. જે માટે આગમમાં કહેલું છે કે હે ગૌતમ ! જે ગ્લાન સાધુની સેવા કરે છે તે મારા દર્શનને અંગીકાર કરે છે. જે મારા દર્શનને અંગીકાર કરે છે, તે ગ્લાનની સેવા કર્યા વગર રહે જ નહીં. અર્હતના દર્શનનો સાર એ છે કે જિનઆણા પાળવી.
ગ્લાનની સેવા કરવા ઉપર કીડા અને કોઢથી પીડિત થયેલા સાધુનો ઉપાય કરનાર ઋષભદેવના જીવ જીવાનંદ નામે વૈદ્યનું દૃષ્ટાંત નીચે મુજબ છે.
જીવાનંદ વૈઘ.
ભગવાન ઋષભદેવનો જીવ સમ્યક્ત્વ પામ્યા પછી નવમા ભવમાં જીવાનંદ વૈદ્યપણે ઉત્પન્ન થયો તેને કેશવ, મહીધર, સુબુદ્ધિ, પૂર્ણભદ્ર અને ગુણાકર નામે પાંચ મિત્રો હતા. એક વખત