________________
દૃઢપ્રહારીની કથા.
૧૩૭
મૃત્યુ પામ્યા છે અને નિર્ધન બનેલી પત્ની પિયર ગઈ છે.' કર્ત્તવ્ય મૂઢ બની તે આપઘાત કરવા તૈયાર થયો પણ તેને દિવ્ય પ્રેરણાએ રોક્યો. તે આગળ જંગલમાં વધ્યો ત્યાં તેને અગડદત્ત મુનિ મળ્યા મુનિએ તેને વિષય વાસના છોડી ધર્મ માર્ગે પ્રવર્તવા ખૂબ સમજાવ્યું પણ તેમાં તેને પોતાની જાત અસમર્થ લાગી. મુનિના ઉપદેશથી છ માસ સુધી તેણે આયંબિલ તપ કર્યું. છ માસને અંતે આકાશવાણી થઈ કે ‘મ્મિલ્લ ! તું બત્રીસ રાજકન્યાઓનો સ્વામી થઈશ, પુષ્કળઋદ્ધિ મેળવીશ અને અંતે કલ્યાણ સાધીશ.' તે જ રાત્રિએ કોઈ ધમ્મિલ્લને બદલે આ ધમ્મિલ્લને વિમળા ભેટાણી. અને ત્યાર પછી ધમ્મિલ્લ બત્રીસ રાજકન્યાઓ પરણ્યો. યશોમતી અને વસંતતિલકાને પણ મળ્યો અને કુશાગ્રપુરમાં આવ્યો. અંતે વિમળાના પુત્ર પદ્મનાભને ગૃહભાર સોંપી ધમ્મિલ્લ વિમળા અને યશોમતી સાથે ચારિત્ર અંગીકાર કરી બારમે દેવલોકે ગયો. આ રીતે આ ભવમાં તપ કરવાના ફળ ઉપર ધસ્મિલ્લનું દૃષ્ટાંત છે.
તથા ચાર હત્યા આદિને કરનાર દૃઢપ્રકારી છ માસ તપ કરીને તેજ ભવમાં મુક્તિએ ગયા. તેની કથા આ પ્રમાણે છે.
દૃઢપ્રહારીની કથા.
વસંતપુરમાં એક બ્રાહ્મણ રહેતો હતો. તેણે પોતાનું ધન વિષયાદિમાં ગુમાવ્યું પછી તે ચોરી કરવા લાગ્યો. ઘણીવાર તેને રાજાએ શિક્ષા કરી પણ તે ન અટક્યો એટલે તેને ગામ બહાર કાઢી મૂક્યો. તેથી તે ચોરની પલ્લીમાં ગયો. ચોરને પુત્ર ન હોવાથી તેણે તેને પુત્ર તરીકે રાખ્યો. સ્વભાવથી તે ક્રૂર હોવાથી અને બળવાન હોવાથી જેને પ્રહાર કરતો તે તુર્ત મરી જતો આથી લોકો તેને દઢપ્રહારી કહેવા લાગ્યા.
એક વખત દૃઢપ્રહારીએ પોતાના સાથીદારો સહિત કુશસ્થળમાં ધાડ પાડી. આ ગામમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. તેને ઘણાં છોકરાં હતાં. છોકરાઓએ એક વખત ખીર ખાવાની હઠ લીધી. બ્રાહ્મણે જ્યાં ત્યાંથી દૂધ-ચોખા ભેગા કરી ખીર બનાવરાવી હતી.
ધાડપાડુઓ લુંટતા લુંટતા આ બ્રાહ્મણના ઘેર આવ્યા. ઘણું શોધ્યું પણ તેમને ખીરપાત્ર સિવાય બીજું કાંઈ હાથ ન લાગ્યું. તેમણે આ ખીરપાત્ર ઉપાડ્યું. છોકરાંઓએ રોકકળ કરી મુકી. બ્રાહ્મણથી આ ન સહન થયું. તેથી તેણે અર્ગલા ઉપાડી મારવા માંડી. દૃઢપ્રહારીને ખબર પડી કે મારા સાથીદારોને બ્રાહ્મણ મારે છે. તેણે આવતાં વેંત બ્રાહ્મણના તરવારના એક જ ઝાટકાથી બે કકડા કર્યાં આગળ વધતાં રસ્તામાં ગાય અથડાણી, તેને પણ તેણે મારી નાંખી. ત્યાંથી આગળ વધ્યો એટલે બ્રાહ્મણની ગર્ભિણી સ્ત્રી ચોરોને ગાળો ભાંડી રહી હતી તેને તરવારથી કાપી નાંખી તેનો ગર્ભ પણ કકડા થઈ ભૂમિ ઉપર પડ્યો. આ બધા દેશ્યથી બાળકો સહન ન થાય તેવા કરૂણ સ્વરે રોવા લાગ્યા. ક્રૂર દૃઢપ્રહારીને બાળકોના રૂદને ઢીલો બનાવ્યો. તે ચોરી કરીને તે નગરમાંથી નીકળ્યો પણ બ્રાહ્મણ, ગાય, સ્ત્રી, અને બાળકની હત્યા તેને સાલવા લાગી.
બહાર ઉદ્યાનમાં એક મુનિને જોઈ, નમી, પોતાનું પાપ જણાવી પ્રાયશ્ચિત્ત માગ્યું. મુનિએ દીક્ષા ગ્રહણ કરવાનું કહ્યું, તેણે દીક્ષા લઈ તેજ ગામમાં રહેવાનું રાખ્યું. લોકોએ છ-છ માસ સુધી તેનો તિરસ્કાર કર્યો કારણ કે તે હત્યારો છે તેમ સૌ જાણતા હતા. દેઢપ્રહારી મુનિ સમજતા