________________
૧૧૮
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ
૨૫. ગુરુ કંઈક કહેતા હોય તો વચ્ચે બોલવા લાગી જાય કે એમ નથી, હું કહું છું તેમ છે,
એમ કહી ગુરુ કરતાં અધિક વિસ્તારથી બોલવા મંડી જાય તો આશાતના લાગે. ર૬. ગુરુ કથા કહેતા હોય તેમાં ભંગાણ પાડીને પોતે વાત કહેવા મંડી જાય તો આશાતના લાગે. ૨૭. ગુરુની પર્ષદા ભાંગી નાંખે જેમકે હવે ગોચરીનો વખત થયો કે પડિલેહણ વેળા થઈ એમ
કહી સર્વને ઉઠાડી મૂકે તો ગુરુનું અપમાન કર્યું કહેવાય તેથી પણ આશાતના લાગે. ૨૮. ગુરુએ કથા કહ્યા પછી સભા બરખાસ્ત થઈ હોય ત્યારે પોતાનું ડહાપણ જણાવવા માટે
તે તે કથાનો વિસ્તાર કરીને પોતે બોલવા મંડી જાય તો પણ અપમાન કર્યું ગણવાથી આશાતના
સમજવી. ૨૯. ગુરુની શય્યા (આસન)ને પગ લગાડવાથી આશાતના થાય. ૩૦. ગુરુના સંથારા (સુવાના બીછાના)ને પગ લગાડવાથી આશાતના થાય. ૩૧. ગુરુના આસન ઉપર પોતે જ બેસી જાય તો પણ આશાતના ગણાય છે. ૩૨. ગુરુથી ઊંચા આસને બેસે તો આશાતના થાય. ૩૩. ગુરુથી સરખે આસને બેસે તો પણ આશાતના થાય.
આવશ્યકચૂર્ણમાં તો “ગુરુ કહેતા હોય તે સાંભળી વચમાં જ પોતે બોલે કે હા એમ છે.” એમ કહે તો પણ આશાતના થાય. એ એક આશાતના વધી પણ તેના બદલામાં તેમાં ઊચ્ચાસન અને સમાસન (બત્રીસ અને તેત્રીસમી) એ બે આશાતનાને એક ગણવી તેત્રીસ જ રાખી ગણાય છે. ગુરુની ત્રિવિધ આશાતના.
ગુરુની જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારની આશાતના છે.
૧ ગુરુને પગ વગેરેથી સંઘટ્ટન કરવું તે જઘન્ય આશાતના; સળેખમ, બળખો અને થુંકનો છાંટો અડાડવો એ મધ્યમ આશાતના; અને ૩ ગુરુનો આદેશ માને નહીં, અથવા માન્ય કરે તો પણ વિપરીત કરે, કહેલું સાંભળે જ નહીં, અને સાંભળ્યું હોય તો પાછો ઉત્તર વાળે કે અપમાનપૂર્વક બોલે તે ઉત્કૃષ્ટ આશાતના. સ્થાપનાચાર્યની આશાતના.
૧ સ્થાપનાચાર્યની આશાતના પણ ત્રણ પ્રકારની છે. જ્યાં સ્થાપેલ હોય ત્યાંથી આમ તેમ ફેરવતાં વસ્ત્ર-સ્પર્શ, અંગ-સ્પર્શ કે પગથી સ્પર્શ કરવો તે જઘન્ય આશાતના.
૨ ભૂમિ પર પાડવા, જેમ તેમ મૂકવા, અવગણના કરવી વિગેરેથી મધ્યમ આશાતના.
૩ સ્થાપનાચાર્ય ગુમાવે, ભાંગે તો ઉત્કૃષ્ટ આશાતના. દર્શન-ચારિત્રના ઉપકરણની આશાતના.
એવી રીતે જ્ઞાનના ઉપકરણની જેમ દર્શન-ચારિત્રના ઉપકરણની આશાતના પણ વર્જવી. કેમકે, રજોહરણ (ઓઘો), મુહપત્તિ, દાંડો, દાંડી વગેરે પણ દવા નાપતિ “અથવા જ્ઞાનાદિ