________________
ધર્મદત્તનો પૂર્વભવ.
૧૦૯
મુનિરાજની એવી વાણી સાંભળી તથા બાળકના નિયમની વાત પ્રત્યક્ષ જોઈ રાજા આદિ લોકો નિયમ સહિત ધર્મનો સ્વીકાર કરવામાં અગ્રેસર થયા. “પુત્રને પ્રતિબોધ કરવાને માટે વિહાર કરૂં છું.” એમ કહી તે મુનિરાજ ગરૂડની જેમ ઊડી વૈતાઢ્ય પર્વતે ગયા. જગતને આશ્ચર્યકારી પોતાની રૂપ-સંપત્તિથી કામદેવને પણ લજાવનાર એવો જાતિસ્મરણ પામેલો ધર્મદત્ત, ગ્રહણ કરેલા નિયમને મુનિરાજની જેમ પાળતો દિવસે દિવસે વૃદ્ધિ પામવા લાગ્યો તેના સર્વોત્કૃષ્ટ શરીરની વૃદ્ધિ થતી હોવાથી તેના રૂપ, લાવણ્ય પ્રમુખે લોકોત્તર સદ્ગુણ જાણે માંહોમાંહે સ્પર્ધાથી જ વધતા હોય તેમ પ્રતિદિન વધવા લાગ્યા.
તે ધર્મદત્તમાં સદ્ગુણોની ધર્મ કરવાથી વિશેષ શોભા આવી, કારણ કે, એણે ત્રણ વર્ષની ઉંમરે જ “જિનેશ્વર ભગવંતની પૂજા કર્યા વગર જમવું નહીં' એવો અભિગ્રહ લીધો. નિપુણ ધર્મદત્તને લખવું, ભણાવવું, આદિ બહોતેર કળાઓ જાણે પૂર્વે લખેલી ભણેલી જ હોય નહીં ! તેમ સહજમાત્ર લીલાથી જ શીઘ્ર આવડી ગઈ. પુણ્યનો મહિમા ઘણો ચમત્કારી છે ! પછી ધર્મદત્તે “પુણ્યાનું બંધી પુણ્યથી પરભવે પણ પુણ્યની પ્રાપ્તિ સુખે થાય છે.” એમ વિચારી સદ્ગુરુ પાસેથી શ્રાવકધર્મનો સ્વીકાર કર્યો.
“ધર્મકૃત્ય વિધિ વિના સફળ થતું નથી.'' એમ વિચારી તેણે ત્રિકાળ દેવપૂજા વગેરે શુભકૃત્ય શ્રાવકની સામાચારીને અનુસરી કરવા માંડ્યું. હંમેશા ધર્મ ઉપર ઉત્કૃષ્ટ ભાવ રાખનારો તે ધર્મદત્ત અનુક્રમે મધ્યમ વય પામ્યો ત્યારે જાડી શેલડીની જેમ તેનામાં લોકોત્તર મીઠાશ આવી. એક દિવસે કોઇ પરદેશી પુરુષે ધર્મદત્તને ઇંદ્રના અશ્વ જેવા લક્ષણવાળા એક અશ્વનું ભેટણું કર્યું.
જગતમાં તે અશ્વ પણ પોતાની માફક અસાધારણ છે એમ જાણી યોગ્ય વસ્તુનો યોગ કરવાની ઇચ્છાથી તે જ સમયે પિતાની આજ્ઞા લઇને મદત્ત તે અશ્વ ઉપર ચડ્યો. ધર્મદત્ત તે અશ્વના ઉપર ચડતાં જ પોતાનો અલૌકિક વેગ આકાશમાં પણ દેખાડતો એકદમ આકાશમાં ઉડી તે અશ્વ ક્ષણમાત્રમાં અર્દશ્ય થયો અને હજારો યોજન ઉલ્લંઘી તે ધર્મદત્તને ઘણી વિકટ અટવીમાં મૂકી ક્યાંય ચાલ્યો ગયો. ભયંકર એવી તે લેશ માત્ર પણ ભય મનમાં રાખ્યો
૫માં પણ સ્વભાવથી જ ભય રહિત એવા ધર્મદત્તે અને ઉદ્યાનમાં રહેતો હોય તેમ ત્યાં સ્વસ્થપણે રહ્યો.
પરંતુ જિનપ્રતિમાનું પૂજન કરવાનો યોગ ન મળવાથી દુ:ખી થયો. પણ સમતા રાખી તે દિવસે ફળ આદિ વસ્તુ પણ તેણે ન ખાતાં નિર્જલ ચઉવિહારો ઉપવાસ કર્યો. શીતળ અને જાત જાતના ફળ ઘણાં હોવાં છતાં પણ ક્ષુધા-તૃષાથી અતિશય પીડાયેલા ધર્મદત્તને એ રીતે ત્રણ ઉપવાસ થયા. ધર્મદત્તનું આખું શરીર કરમાઇ ગયું હતું તો પણ ધર્મની દૃઢતા હોવાથી તેનું મન ઘણું જ પ્રસન્ન જણાતું હતું.
આથી એક દેવ પ્રગટ થઇ તેને કહેવા લાગ્યો. અરે સત્યપુરુષ ! બહુ સારૂં ! કોઇથી સધાય નહીં એવું કાર્ય તેં સાધ્યું, આ તે કેવું ધૈર્ય ! પોતાના જીવિતની અપેક્ષા ન રાખતાં આદરેલા નિયમને વિષે જ તમારી દઢતા નિરૂપમ છે. શક્રેન્દ્રે તમારી પ્રકટ પ્રશંસા કરી તે યોગ્ય છે. તે વાત મારાથી ખમાઇ નહિ તેથી મેં અહીં અટવીમાં લાવીને તમારી ધર્મમર્યાદાની પરીક્ષા કરી