________________
ધર્મ કૃત્ય ઉપર દ્વેષનું પરિણામ, કુંતલારાણી.
પૂજા કરવાથી મન શાંત થાય છે. મન શાંત થવાથી ઉત્તમ ધ્યાન થાય છે. ઉત્તમ ધ્યાનથી મોક્ષ મળે છે અને મોક્ષમાં નિરાબાધિત સુખ છે.
पुष्पाद्यर्चा तदाज्ञा च, तद्रव्यपरिरक्षणम् ॥
उत्सवास्तीर्थयात्रा च, भक्ति:पंचविधा जिने ॥६॥ પુષ્પાદિથી પૂજા કરવી, તીર્થંકરની આજ્ઞા પાળવી, દેવદ્રવ્યનું રક્ષણ કરવું, ઉત્સવ કરવા, તીર્થયાત્રા કરવી, એમ પાંચ પ્રકારે તીર્થકરની ભક્તિ થાય છે. દ્રવ્યસ્તવ અંગે.
દ્રવ્યસ્તવ બે પ્રકારે છે. આભોગદ્રવ્યસ્તવ અને અનાભોગદ્રવ્યસ્તવ. કહ્યું છે કે :
વીતરાગના ગુણને જાણીને તે ગુણને યોગ્ય ઉત્તમ વિધિથી જે વીતરાગની પૂજા આચરવામાં આવે તે “આભોગદ્રવ્યસ્તવ” ગણાય છે એ આભોગદ્રવ્યસ્તવથી ચારિત્રનો લાભ થાય છે અને સકલ કર્મનું નિર્દેશન જલ્દી થાય છે માટે “આભોગદ્રવ્યસ્તવ' કરવામાં સમ્યગ્દષ્ટિ પુરુષોએ સારી રીતે ઉદ્યમ કરવો.
પૂજાની વિધિ જાણતા નથી તેમજ જિનેશ્વર ભગવંતમાં રહેલા ગુણના સમુદાયને પણ જાણતા નથી એવા જે શુભ પરિણામથી જિનપૂજા કરે છે તે “અનાભોગદ્રવ્યસ્તવ' કહેવાય છે. એ રીતે કરેલી અનાભોગદ્રવ્યસ્તવ પૂજા પણ ગુણનું સ્થાનક હોવાથી ગુણકારી જ છે; કારણ કે એથી અનુક્રમે શુભ, શુભતર પરિણામ થાય છે અને સમ્યકત્વનો લાભ થાય છે. અશુભ કર્મનો ક્ષય થવાથી આવતા ભવમાં કલ્યાણ (મોક્ષ) પામનાર કેટલાક ભવ્ય જીવોને વીતરાગના ગુણ જાણેલા નથી તો પણ પોપટના જોડલાને જિનબિંબ ઉપર પ્રીતિ ઉત્પન્ન થઈ તેમ ગુણ ઉપર પ્રીતિ ઉત્પન્ન થાય છે...
જેનું મરણ ખરેખર પાસે જ આવેલું હોય એવા રોગી પુરુષને પથ્ય ભોજન ઉપર જેમ કેષ ઉપજે છે તેમ ભારેકર્મી કે ભવાભિનંદી (જેનો સંસાર વધારે હોય એવા) જીવોને ધર્મ ઉપર પણ આકરો દ્વેષ હોય છે. એટલા જ માટે ખરેખર તત્ત્વના જાણ પુરુષો જિનબિંબ ઉપર કે જિનપ્રણીત ધર્મ ઉપર અનાદિકાળના અશુભ અભ્યાસના ભયથી શ્રેષને સંપૂર્ણ પણે વર્જે છે. ધર્મ કૃત્ય ઉપર દ્વેષનું પરિણામ, કુંતલારાણી.
પૃથ્વીપુર નામે નગરમાં જિતશત્રુ રાજા રાજ્ય કરતો હતો. તેને કુંતલા રાણી નામે પટ્ટરાણી હતી. તે જિનધર્મમાં દઢ હતી અને વળી બીજી રાણીઓને પણ વારંવાર ધર્મના કામમાં યોજનારી હતી. તેના ઉપદેશથી તેની સર્વ શોક્ય પણ ધર્મષ્ઠ થઈને તેનું બહુમાન કરતી હતી. - એક વખતે રાણીઓએ પોતપોતાના નામનાં દેરાં, દેરીઓ, પ્રતિમાઓ ભરાવીને તેની પ્રતિષ્ઠાના મહોત્સવ કરવા શરૂ કર્યા. તેમાં દરરોજ ગીત, ગાયન, પ્રભાવના, સાધર્મિક વાત્સલ્ય ઘણી ઘણી અધિકતાથી થવા લાગ્યાં. તે જોઈને પટ્ટરાણી શોક્યસ્વભાવથી પોતાના મનમાં ઘણી અદેખાઈ કરવા લાગી. પોતે પણ નવીન દેરાસર સર્વથી અધિક રચનાવંત કરાવેલ હોવાથી તેનો
૧૩