________________
અવિધિ કરતાં ન કરવું સારું એ વિધાન અંગે. મરણ પામ્યો ત્યારે ચંડપ્રદ્યોતે મૃગાવતી રાણીને કહેવરાવ્યું કે, હવે તું મારી સાથે પ્રીતિ કર, તેણીએ કહેવરાવ્યું કે હું તારે વશ છું પણ તારા સૈનિકોએ મારી નગરીનો કિલ્લો તોડી નાંખ્યો છે તે ઉજ્જયિની નગરીથી ઈટો મંગાવીને પાછો તૈયાર કરી આપે અને મારી નગરીમાં અન્નપાણીની સગવડ કરી આપે તો હું તારી પાસે આવું. ત્યારે તેણે બહાર રહી તેમ કરી આપ્યું.
એવામાં ભગવાન શ્રી મહાવીર સ્વામી ત્યાં સમોસર્યા. તે જાણી મૃગાવતી રાણી, ચંડપ્રદ્યોત રાજા વગેરે વાંદવા આવ્યાં. આ વખતે એક ભીલે આવી ભગવગંતને પૂછ્યું કે, “યા સાં' ભગવંતે ઉત્તર વાળ્યો કે, “સ ' ત્યાર પછી આશ્ચર્ય પામી તેણે સંબંધ પૂછયો. ભગવંતે યથાવસ્થિત સંબંધ કહ્યો. તે સાંભળી વૈરાગ્ય પામી મૃગાવતી, અંગારવતી, તથા ચંડપ્રદ્યોતની આઠ રાણીઓએ ભગવંત પાસે દીક્ષા લીધી. અવિધિ કરતાં ન કરવું સારું એ વિધાન અંગે.
અવિધિથી કરવાથી આવો અનર્થ થાય છે તો તેના કરતાં ન કરવું એ જ સારું છે એમ ધારવું નહી. કેમકે શાસ્ત્રમાં કહેલું છે કે :- અવિધિથી કરવું તેના કરતાં ન કરવું એ સારું છે એમ જે બોલે છે તેણે જૈન શાસ્ત્રનો અભિપ્રાય જાણ્યો નથી તેથી જ એમ બોલે છે. કેમકે પ્રાયશ્ચિત્ત વિધાનમાં તો એમ છે કે જેણે બીલકુલ નથી કર્યું તેને ભારે પ્રાયશ્ચિત્ત આવે છે અને જેણે કર્યું પણ અવિધિથી કર્યું છે તો તેને હલકું પ્રાયશ્ચિત્ત આવે છે માટે સર્વથા ન કરવું તેના કરતાં અવિધિથી પણ કરવું સારું છે. માટે ધર્માનુષ્ઠાન દરરોજ કરતાં જ રહેવું અને કરતાં કરતાં જેમ બને તેમ વિધિયુક્ત થાય તેવો ઉદ્યમ કરવો એ શ્રેયસ્કર છે. એ જ શ્રદ્ધાવંત શ્રાવકનું લક્ષણ છે જે માટે શાસ્ત્રમાં કહેલ
શ્રદ્ધાવંત શ્રાવક યથાશક્તિ વિધિ માર્ગને સેવવાના ઉદ્યમથી અનુષ્ઠાન કરતો રહે. નહિ તો કોઈક દ્રવ્યાદિ દષથી હણાયો હોય તે ધર્મક્રિયામાં શત્રુભાવ પામે છે.”
જેની ક્રિયા વિધિ સંયુક્ત હોય તેમને ધન્ય છે, વિધિ સંયુક્ત કરવા ધારતાં હોય તેમને ધન્ય છે, વિધિ માર્ગના ઉપર આદર-બહુમાન રાખનારને ધન્ય છે, વિધિ માર્ગને નિંદે નહીં એવા પુરુષોને પણ ધન્ય છે.
* થોડા ભવમાં મોક્ષપદ પામનારને વિધિ સંયુક્ત કરવાનો પરિણામ સદાકાળ હોય છે અને અભવ્ય તથા દુર્ભવ્ય (ઘણા ભવે મોક્ષપદ પામનાર) ને વિધિ માર્ગનો ત્યાગ અને અવિધિમાર્ગનું આસેવન ઘણું જ પ્રિય હોય છે.
ખેતીવાડી, વ્યાપાર, નોકરી, ભોજન, શયન, ઉપવેશન, ગમન, આગમન, વચન વિગેરે પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવ વગેરેથી વિચારીને વિધિપૂર્વક (રીત મુજબ) સેવન કરે તો સંપૂર્ણ ફળદાયક છે અને જો વિધિ ઉલ્લંઘન કરીને સેવન કરે તો કેટલીક વખત અલ્પ લાભકારી થાય છે.