________________
પૂજામાં ધારવા યોગ્ય બે હજાર ચુમ્મોત્તેર બાબતો.
૯૧
આ શ્રાદ્ધવિધિની મૂળ ગાથામાંવિત્તિ” (વિધિપૂર્વક) એ પદથી દશ ત્રિક, પાંચ અભિગમ આદિ ચોવીસ મૂળદ્વારથી અને બે હજાર ચુમ્મોત્તેર બાબતો જે ભાષ્યમાં ગણાવી છે તે સર્વ બાબતો ધારવી.જેમ કે
પૂજામાં ધારવા યોગ્ય બે હજાર ચુમ્મોત્તેર બાબતો:
(૧) ત્રણ ઠેકાણે ત્રણ વાર નિસીહિનું કહેવું, (૨) ત્રણ વાર પ્રદક્ષિણા દેવી, (૩) ત્રણ વાર પ્રણામ કરવા, (૪) ત્રણ વાર પૂજા કરવી, (૫) બિંબની ત્રણ પ્રકારની અવસ્થા વિચારવી, (૬) ત્રણ દિશામાં જોવાનો ત્યાગ કરવો, (૭) પગ મૂકવાની ભૂમિ ત્રણ વાર પુંજવી, (૮) વર્ણાદિ ત્રણ આલંબન, (૯) ત્રણ પ્રકારની મુદ્રાઓ કરવી, (૧૦) ત્રણ પ્રકારનું પ્રણિધાન, એ દશત્રિક ગણાય છે. ઇત્યાદિ સમજવું.
૧. ત્રણ નિસીહિ :- દેરાસરના મૂળ બારણે પેસતાં પોતાના ઘર સંબંધી વ્યાપારનો ત્યાગ કરવા રૂપ પ્રથમ નિસીહિ જાણવી. ૧. ગભારાની અંદર પેસતાં દેરાસરને પૂજવા સમારવાના કાર્યને તજવા રૂપ બીજી નિસિહિ જાણવી. ૨. ચૈત્યવંદન કરવા સમયે દ્રવ્યપૂજાનો ત્યાગ કરવા રૂપ ત્રીજી નિસિહિ જાણવી. ૩.
૨. ત્રણ પ્રદક્ષિણા :- જિનપ્રતિમાની જમણી બાજુથી જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધના રૂપ ત્રણ પ્રદક્ષિણા દેવી.
૩. ત્રણ પ્રકારના પ્રણામ :- (૧) જિનપ્રતિમાને દેખી બે હાથ જોડી કપાળે લગાડીને પ્રણામ કરીએ તે પહેલો અંજલિબદ્ધ પ્રણામ. (૨) કેડ ઉપરનો ભાગ લગારેક નમાવીને પ્રણામ કરીએ તે બીજો અર્બાવનત પ્રણામ (૩) બે ઢીંચણ, બે હાથ, અને મસ્તક એ પંચાંગ નમાવી ખમાસમણ દઈએ તો ત્રીજો પંચાંગ પ્રણામ.
૪. ત્રણ પ્રકારની પૂજા ઃ- (૧) ભગવાનને અંગે કેસર, ચંદન, પુષ્પ વગેરે ચડાવવાં તે પહેલી અંગપૂજા. (૨) ધૂપ, દીપ, અને નૈવેદ્યાદિ ભગવાનની આગળ મૂકવા રૂપ બીજી અગ્રપૂજા. (૩) ભગવાનની આગળ સ્તુતિ, સ્તોત્ર, ગીત, ગાન, નાટક આદિ કરવા રૂપ ત્રીજી ભાવપૂજા.
૫. ત્રણ અવસ્થા ઃ- પિંડસ્થ એટલે છદ્મસ્થાવસ્થા ૧. પદસ્થ એટલે કેવળીઅવસ્થા. (૨) રૂપસ્થ એટલે સિદ્ધાવસ્થા ૩.
૬. જે દિશાએ જિનપ્રતિમા હોય તે દિશા વિના બીજી ત્રણ દિશાએ ન જોવું.
૭. ચૈત્યવંદનાદિક કરતાં પગ મૂકવાની ભૂમિ ત્રણ વાર પુંજવી.
૮. નમ્રુત્યુર્ણ વગેરે ભણતાં સૂત્ર શુદ્ધ બોલવું ૧. તેના અર્થ વિચારવા ૨. જિનપ્રતિમાના સ્વરૂપનું આલંબન ધારવું ૩.
૯. ત્રણ મુદ્રા :- બે હાથની દશે આંગળીઓ માંહો માંહે મેળવી કમળના ડોડાને આકારે હાથ જોડી પેટ ઉપર કોણી રાખવી તે પહેલી યોગમુદ્રા ૧. બે પગના આંગળાની વચમાં આગળથી ચાર આંગળનો અને પાછળથી કાંઈક ઓછું અંતર રાખી કાઉસ્સગ્ગ કરવો તે બીજી જિનમુદ્રા ૨. બે હાથ ભેગા કરી કપાળે લગાડવા તે ત્રીજી મુક્તામુક્તિમુદ્રા ૩.