________________
૮૯
કેવી પ્રતિમા પૂજવી. આપણે પણ કરીએ તો તેમને અનુસારે કર્યું કહેવાય. તેથી આલોકના ફળની પ્રાપ્તિ જરૂર થાય જ છે એમ સમજવું. કેવી પ્રતિમા પૂજવી.
પ્રતિમાઓ વિવિધ પ્રકારની હોય છે તેના ભેદ પૂજાવિધિ સમ્યકત્વ પ્રકરણમાં કહેલ છે. કેટલાક આચાર્યો એમ કહે છે કે “ગુરુકારિતા' ગુરુ જે માતા-પિતા, દાદા, પરદાદા વિગેરે તેણે ભરાવેલી (કરાવેલી) પ્રતિમા પૂજવી.” કોઈક આચાર્ય એમ કહે છે કે “પોતે વિધિપૂર્વક પ્રતિમા ભરાવીને પ્રતિષ્ઠા કરાવીને પૂજવી,” વળી કેટલાક આચાર્ય એમ કહે છે કે “વિધિપૂર્વક પ્રતિષ્ઠા થઈ હોય એવી પ્રતિમાની પૂજા કરવી.” એવી પ્રતિમાની પૂજા કરવાની રીતિમાં બતાવેલી વિધિપૂર્વક પૂજા કરવી.
માતા-પિતા આદિએ કરાવેલી પ્રતિમા જ પૂજવી એવો વિચાર ચિત્તમાં ધરવો નહીં. મમકાર કે આગ્રહ રાખીને અમુક જ પ્રતિમા પૂજવી એવો આશય રાખવો નહીં. જ્યાં જ્યાં પ્રભુમુદ્રા. સમ આકારવાળી દેખાય ત્યાં ત્યાં તે પ્રતિમા પૂજવી. કેમકે સર્વ પ્રતિમામાં તીર્થંકરનો આકાર દેખવાથી પરમેશ્વરની બુદ્ધિ ઉત્પન્ન થાય છે માટે અને જો એમ ન હોય તો ખરેખર પોતાનો હઠવાદ કરવાથી, અર્હત્ બિંબની અવગણના કરવાથી અનંત સંસાર પરિભ્રમણ કરવાનો પ્રસંગ બળાત્કારથી તેના ઉપર આવી પડે.
વળી કોઈના મનમાં એવો વિચાર આવે કે અવિધિકૃત પ્રતિમાપૂજનથી ઉલટો દોષ લાગે છે પણ એમ ધારવું નહીં. અવિધિની અનુમોદનાના પ્રકારથી આજ્ઞાભંગનો દોષ લાગે છે. અવિધિકૃત પ્રતિમાપૂજનથી પણ કાંઈ દોષ લાગતો નથી એમ આગમમાં લખેલ છે. જે માટે કલ્પભાષ્યમાં કહેલ છે કે :
નિશ્રાકૃત તે કોઈક ગચ્છનું ચૈત્ય, અનિશ્રાકૃત તે ગચ્છ વગરનું (સર્વને સાધારણ) ચૈત્ય, એવા બન્ને પ્રકારના ચૈત્યે ત્રણ સ્તુતિ કહેવી. એમ કરતાં જો ઘણી વાર લાગે અને તેટલીવાર ટકી શકાય એમ ન હોય તો એકેક થોય (સ્તુતિ) કહેવી. પણ જે જે દેરાસરે ગયા ત્યાં સ્તુતિ કહ્યા વિના પાછું ન ફરવું માટે વિધિકૃત હોય કે ન હોય પણ જરૂર પૂજવા. ચેત્ય સંભાળ.
જે દેરાસરની સારસંભાળ કરનારા શ્રાવક વગેરે ન હોય એવા દેરાસરને અસંવિજ્ઞ દેવકુલિકા કહેવાય. તેમાં (અસંવિજ્ઞ દેવકુલિકા દેરાસરમાં) જો કરોળીયાએ જાળ બાંધેલ હોય, ધૂળ જામી ગઈ હોય, તો તે દેરાસરના સેવકોને સાધુ પ્રેરણા કરે કે મંખ ચિત્રામણના પાટીયા પેટીમાં રાખીને તે ચિત્રામણનાં પાટીયાં બાળકોને દેખાડીને પૈસા લેનાર લોકોની જેમ તેનાં પાટીયાં રંગબેરંગી વિચિત્ર દેખાતાં હોવાથી તેની આજીવિકા સુખે ચાલે છે, તેમ તમે પણ જો દેરાસરની સારસંભાળ સારી રાખીને વર્તશો તો તમારા માન-સત્કાર થશે. વળી તે સેવકો એટલે દેરાસરના ચાકરો જો દેરાસરનો પગાર ખાતા હોય તો તથા તે દેરાસરની પાછળ ગામની લાગત (લાગી-લાગો) ખાતા