________________
૮૪
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ કરવાં. નવસ્થાનકે (૧. બે અંગુઠા, ૨. બે ઢીંચણ, ૩. બે હાથ, ૪. બે ખભે, ૫. મસ્તકે, ૬. કપાળે, ૭. કંઠે, ૮. હૃદયકમળ ૯. ઉદરે) તિલક કરીને દરરોજ પૂજા કરવી. વિચક્ષણ પુરુષે પ્રભાતે વાસપૂજા મધ્યાહ્નકાળે ફૂલપૂજા અને સંધ્યાકાળે ધૂપ-દીપ પૂજા કરવી. ભગવંતની ડાબી તરફ ધૂપ કરવો અને જલપાત્ર સન્મુખ મૂકવું તથા જમણી તરફ દીવો મૂકવો. અને ચૈત્યવંદન કે ધ્યાન પણ ભગવંતની જમણી તરફ બેસીને કરવાં.
હાથથી લેતાં અથડાઇને પડી ગયેલું, જમીન ઉપર પડેલું, પગ વગેરે કોઇપણ અશુચિ અંગે લાગી ગયેલું, માથા ઉપર ઉપાડેલું, મલિન વસ્ત્રમાં રાખેલું, નાભિથી નીચે રાખેલું, દુષ્ટ લોક કે હિંસા કરનાર કોઇપણ જીવે સ્પર્શેલું, ઘણા ઠેકાણે હણાયેલું (ચુંથાયેલું), કીડા વગેરેએ કરડેલું, એવું ફૂલ, ફળ કે પત્ર ભક્તિવંત પ્રાણીએ ભગવંતને ચઢાવવું નહીં. એક ફૂલના બે ભાગ કરવાં નહીં; કળીને પણ છેદવી નહિ, ચંપાના કે કમળના ફૂલના બે ભાગ કરે તો તેથી પણ મોટો દોષ લાગે છે. ગંધ, ધૂપ, અક્ષત, ફૂલ, માળા, દીપ, નૈવેદ્ય, જળ અને ઉત્તમ ફળથી ભગવંતની પૂજા કરવી.
“શાંતિક કાર્યમાં શ્વેત, લાભકારી કાર્યમાં પીળાં, શત્રુના જયમાં શ્યામ, મંગળ કાર્યમાં રક્ત અને કાર્યસિદ્ધિ માટે પાંચ વર્ણના ફૂલો વાપરવાં; પંચામૃતનો અભિષેક કરવો, ઘી તથા ગોળનો દીવો કરવો, અગ્નિમાં લૂણ નિક્ષેપ કરવું એ પૌષ્ટિક કાર્યમાં ઉત્તમ જાણવા, સાંધેલા, છેદેલાં, રાતા રંગવાળા, દેખીતા ભયંકર વસ્ત્ર પહેરવાથી દાન, પૂજા, તપ, હોમ, સામાયિક પ્રતિક્રમણ વગેરે સાંધ્ય કૃત્ય નિષ્ફળ થાય છે. પદ્માસને સુખે બેસી શકાય એવા સુખાસને બેસી નાસિકાના અગ્રભાગે નયન સ્થાપી વસ્ત્રથી (મુખકોશથી) મુખ ઢાંકીને મૌનપણે ભગવંતની પૂજા કરવી. એકવીસ પ્રકારી પૂજાનાં નામ.
“૧ સ્નાત્ર પૂજા, ૨ વિલેપન પૂજા, ૩ આભૂષણ પૂજા, ૪ પુષ્પ પૂજા, ૫ વાસક્ષેપ પૂજા, ૬ ધૂપ પૂજા, ૭ દીપ પૂજા, ૮ ફળ પૂજા, ૯ તંદુલ (અક્ષત) પૂજા, ૧૦ નાગરવેલના પાનની પૂજા, ૧૧ સોપારી પૂજા, ૧૨ નૈવેદ્ય પૂજા, ૧૩ જળ પૂજા, ૧૪ વસ્ત્ર પૂજા, ૧૫ ચામર પૂજા, ૧૬ છત્ર પૂજા. ૧૭ વાજિંત્ર પૂજા, ૧૮ ગીત પૂજા, ૧૯ નાટક પૂજા, ૨૦ સ્તુતિ પૂજા, ૨૧ ભંડારવર્ધન પૂજા.”
એમ એકવીશ પ્રકારની જિનરાજની પૂજા સુરાસુરનાં સમુદાયે કરેલી સદાય પ્રસિદ્ધ છે, તેને કલિકાલના યોગથી કુમતિ લોકે ખંડન કરી છે, પણ જે જે વસ્તુ જેને પ્રિય હોય તેને ભાવથી વૃદ્ધિ માટે પૂજામાં યોજવી.”
તેમજ ઇશાન દિશાએ દેવગૃહ હોય એમ વિવેક વિલાસમાં કહેલું છે. વળી વિવેક વિલાસમાં કહ્યું છે કે :અશુભ વસ્તુ વર્જન.
“વિષમ આસને બેસી, પગ ઉપર બેસી, ઉત્કટ આસને બેસી, ડાબો પગ ઊંચો રાખી ડાબા હાથથી પૂજા કરવી નહીં. સુકાયેલાં, જમીન પર પડેલાં, પાંખડીઓ જેની વિખરાઈ ગઈ હોય,