________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ
ભગવંતને સ્નાન કરાવનારે, ભગવંતના પાસે રહેલા પરિકરમાં ઘડેલા હાથી ઉપર ચડેલા દેવના હાથમાં રહેલા કળશનાં દેખાવથી, તથા વળી પરિકરમાં રહેલા માળાધારી દેવની રૂપે કરી, ભગવંતની છદ્મસ્થાવસ્થા ભાવવી. (છદ્મસ્થાવસ્થા એટલે કેવળજ્ઞાન પામ્યા પહેલાંની અવસ્થા).
૮૨
છદ્મસ્થાવસ્થા ત્રણ પ્રકારે છે. (૧) જન્મની અવસ્થા, (૨) રાજ્યની અવસ્થા, (૩) સાધુપણાની અવસ્થા. તેમાં ન્હવણ કરતી વખતે જન્માવસ્થા ભાવવી, માળાધારક દેવતાનાં રૂપ દેખી ફૂલમાળા પહેરવાના રૂપ દેખાવથી રાજ્યાવસ્થા ભાવવી, કેશ રહિત મસ્તક અને મુખ દેખાવથી સાધુપણાની અવસ્થા ભાવવી.
પ્રાતિહાર્યમાં પરિકરના ઉપરના ભાગે કળશના બે તરફ રહેલા પત્રના આકારને દેખી અશોકવૃક્ષની ભાવના ભાવવી, માળાધારી દેવના દેખવાથી પુષ્પવૃષ્ટિ ભાવવી, પ્રતિમાની બે પાસે રહેલા દેવતાના હાથમાં રહેલી બંસી વીણાના આકાર દેખી દિવ્યધ્વનિની ભાવના કરવી. એમ બીજી પણ યથાયોગ્ય સર્વ ભાવના પ્રગટપણે જ થઇ શકે એમ છે માટે તેની ભાવના કરવી. ભાવપૂજાનો વિચાર સંપૂર્ણ થયો.
સામગ્રીના ભેદે પૂજાના પ્રકારો.
(૧) પંચ ઉપચારિકી પૂજા, (૨) અષ્ટ ઉપચારિકી પૂજા, (૩) ઋદ્ધિવંતને કરવા યોગ્ય સર્વોપચારિકી પજા એમ ત્રણ પ્રકારની પૂજા શાસ્ત્રોમાં ગણાવી છે.
પંચોપચારિક
પૂજા.
પુષ્પપૂજા, અક્ષતપૂજા, ગંધપૂજા, ધૂપપૂજા, દીપપૂજા એમ પંચોપચારિકી પૂજા સમજવી.’ અષ્ટોપચારિકી પૂજા.
“જળપૂજા, ચંદનપૂજા, પુષ્પપૂજા, દીપપૂજા, ધૂપપૂજા, ફળપૂજા, નૈવેદ્યપૂજા, અક્ષતપૂજા, એ અષ્ટ પ્રકારના કર્મને હણનારી હોવાથી અષ્ટોપચારિકી પૂજા ગણાય છે.'
સર્વોપચારિકી પૂજા.
“જળપૂજા, ચંદનપૂજા, વસ્ત્રપૂજા, આભૂષણપૂજા, ફળપૂજા, નૈવેદ્યપૂજા, દીપપૂજા, નાટકપૂજા, ગીતપૂજા, આરતી ઉતારવી, તે સર્વોપચારિકી પૂજા સમજવી. એમ બૃહતભાષ્યમાં ઉપર બતાવ્યા પ્રમાણે ત્રણ પ્રકારની પૂજા કહેલી છે.' કહેલું છે કે :
પોતે પોતાના હાથે પૂજાના ઉપકરણો લાવે તે પ્રથમ પૂજા, બીજા પાસે પૂજાના ઉપકરણો મંગાવે તે બીજી પૂજા અને મનથી પૂજા માટે પોતે ફળ-ફુલ વગેરે મંગાવવાનો વિચાર કરે તે ત્રીજી પૂજા સમજવી. અથવા એ મન, વચન અને કાયાના યોગથી કરવી, કરાવવી અને અનુમોદવી; એમ પણ ત્રણ પ્રકાર થાય છે. તથા પુષ્પથી, નૈવેદ્યથી, સ્તુતિથી અને આજ્ઞાપાલનએમ ચાર પ્રકારની પૂજા યથાશક્તિ કરવી.
લલિતવિસ્તરામાં કહેલું છે કે :- પૂજામાં પુષ્પપૂજા, આમિષ (નૈવેદ્ય) પૂજા, સ્તુતિ (ગાયન)પ્રતિપત્તિ (આરાધન અથવા વિધિ-પ્રતિપાલના), એ ચાર વસ્તુઓ યથોત્તર અનુક્રમથી