________________
કરી મલોખાની પાલખી, માણિક ' મોતી જડી નવલખી; કાચે તાતણે સાથે ધરી, હું આવીશ તિહાં બેસી કરી. ૩૩ જે આજના જાયા તતખેહ, વાછરડા જોતરો તેહ; પૂઠ મ વાલીસ જોવા ભણી, સિખામણ દેઉં છું ઘણી. ૩૪ : ઈસ્યો સુપન લહી જાગ્યો રાય, પ્રહ ઉઠી વનમાંહે જાય ચાલ્યો ભલી સજાઈ કરી, તે આવ્યો વડ પાસે વહી. ||૩૫ તે જ લ કૂપ ખણાવ્યો જામ, પ્રગટ્યો કૂપ અચલ અભિરામ; ભય નીર ગંગા જલ જમ્યો, હરખ્યો રાજા હિયર્ડ હસ્યો. ૩૬ કરી મલોખાની પાલખી, માણિક મોતી જડી નવલખી; કાચે તાંતણે મેલી ઠામ, આવી બેઠા ત્રિભુવન સ્વામ. ૩૭ પાસ પધાર્યા કંઠે કૂવા, ઉચ્ચવ મેરૂ સમાના હુઆ, રથે જેતયાં બે વાછડા, ચાલ્યા તે ખેડ્યા વિણ છડા. //૩૮ ગાય કામિની કરે કિલ્લોલ, બાજે ભૂગલ ભેરી ઢોલ; પાલખી વાહનને આકાર, નવિ ભાંજે પરમેસર ભાર. ૩૯ પ્રોઢી પ્રતિમા ભારી ઘણી, પાલખી છે મલોખાતણી; રાજા મન આવ્યો સંદેહ, કિમ પ્રતિમા આવે છે એહ ? Il૪૦ વાંકી દષ્ટિ કયો આરંભ, રહી પ્રતિમા થાનક થિર થંભ; રાજા લોક ચિંતાતુર થયો, એ પ્રતિમાનો થાનક થયો. ૧૪૧ સૂત્રધાર સિલાવટ સાર, તેડી આપ્યો ગરથ ભંડાર; આલસ અંગતણાં પરિહરો, વેગે ઈહાં જિનમંડપ કરો, ૪૨ સિલાવટ તિહાં રંગરસાલ, કીધા જિનપ્રાસાદ વિસાલ;
ધ્વજદંડ તોરણ થિરથંભ, મંડપ માંડ્યા નાટારંભ. ૧૪૩ પબાસણ કીધો છે જિહાં, તે પ્રતિમા નવિ બેસે તિહાં; અંતરીક ઊંચા એટલે, તલે અસવાર જાયે તેટલે. ૧૪૪ રાજા રાણી મનને કોડ, ખરચે દ્રવ્યતણી તિહાં કોડ; સમ ફણા મણિ સોહે પાસ. એલગરાયની પૂરી આસ. ૧૪૫ પૂજે પ્રભુને ઉખેવે અગર, તિન ઠામે વાસ્યો શ્રીનગર; રાજા રાજ લોક કામિની, ઓગલ કરે સદા સ્વામિની. ૪૬ સેવા કરે સદા ધરણંદ્ર, પઉમાવઈ આપે આનંદ; આવે સંઘ ચિહું દિશિતણા, માંડે ઓચ્છવ આનંદ ઘણા. ૪૭ લાખેણી પ્રભુ પૂજા કરો, મોટો મૂગટ મનોહર ભરો; આરતિએ સવિ મંગલમાલ, ભુંગળ ભેરી ઝાકઝમાલા ||૪૮ આજ લગે સહુકો ઈમ કહે, એક જ દોરો ઊંચા રહે; આગલ તો જાતો અસવાર, જ્યારે એલ.દે રાય અવતાર. ૧૪૯ જે જીમ જાણ્યો તેં તિમ સહી, વાત પરંપર સદગુરુ કહી; બોલી આદિ જિસી મન રેલી નિરતું જાણે છે કે વળી. ||૫૦ અશ્વસેન રાય કુલ અવતંસ, વામા રાણી ઉદરી હંસ; વાણારસી નગરી અવતાર, કરજે સ્વામી સેવક સાર. ૫૧
એ થી અંતરિક્ષ પાર્શ્વનાથ