________________
જ એક વડનું ઊંચું ઝાડ છે. શિરપુરના લોકો કહે છે કે ‘આ ઝાડ નીચે પ્રતિમાજી અદ્ધર રહી ગયાં હતાં અને આ મંદિર પ્રતિમાજી પધરાવવા માટે જ રાજાએ બાંધ્યું હતું, પણ રાજાના અભિમાનથી ભગવાન ન પધારવાને લીધે અત્યારે ખાલી છે.' આ વાત બીજી રીતે જોતાં પણ સારી રીતે મળી રહે છે. કેટલાક યુરોપિયન અધિકારીઓએ વરાડમાં બધે પ્રવાસ કરી જાતે જોઈને, વરાડના શિલ્પ સ્થાપત્યો વિષે લખ્યું છે, તેમજ વરાડના ઈતિહાસકારોએ પણ વરાડનાં શિલ્પકામો વિષે લખ્યું છે. તેમણે વરાડ દેશનાં સુંદરતમ અને પ્રાચીનતમ શિલ્પસ્થાપત્યોમાં શિરપુર ગામની બહાર બગીચામાં આવેલા ઉપર જણાવેલા આપણા જૈન મંદિરને પણ વર્ણવ્યું છે. સાથેસાથે તેમની શિલ્પશાસ્ત્રના ઐતિહાસકિ અભ્યાસને આધારેએ પણ કલ્પના છે કે ‘શિરપુરનું આ મંદિર લગભગ એક હજાર વર્ષ જૂનું હોવું જોઈએ.' પદ્માવતી દેવીના કથન પ્રમાણે સં. ૧૧૪૨ માં રાજાએ આ મંદિર બંધાવ્યું છે. તે જોતાં શિલ્પશાસ્ત્રીઓનું સ્વતંત્ર અનુમાન અને પદ્માવતી દેવીનું કથન બંને પરસ્પર મળી રહે છે. ઘણાખરા યાત્રાળુઓને આ બહારના મંદિરની ખબર જ હોતી નથી, તેથી અત્યારે જ્યાં અંતરિક્ષપાર્શ્વનાથ ભગવાન બિરાજે છે ત્યા જ દર્શન કરીને પાછા ફરે છે, પરંતુ પ્રત્યેક યાત્રાળુએ બહાર બગીચામાં આવેલા મંદિરને જોવા જવા જેવું છે.
પદ્માવતીદેવીએ જે જણાવ્યું છે કે-ગુજરાતદેશના કર્ણરાજાએ જેમને ‘મલધારી’ બિરુદ આપ્યું હતું અને દેવીની જેમને સહાય છે એવા સર્વશાસ્ત્રવિશારદ શ્રી અભયદેવસૂરિ કે જેઓ ખંભાતથી સંઘ લઈને ફુલપાકજીતીર્થના માણિકયદેવની યાત્રા કરવા માટે નીકળ્યા હતા અને દેવગિરિ (દોલતાબાદ)માં આવ્યા હતા. તેમની પાસે મંત્રી મોકલીને વિનંતિ કરીને રાજાએ શિરપુરમાં તેમને પધરાવ્યા હતા. અને તેમના (મંત્રાદિ) પ્રભાવથી પ્રતિમાએ આકાશમાંથી ઉતરીને પોતાની મેળે ચાલીને સંઘે બંધાવેલા મંદિરમાં પ્રવેશ કર્યો હતો' આ વાત પણ સંગત થાય છે. વિશેષાવશ્યકભાષ્યવૃત્તિ, અનુયોગદ્વારાસૂત્રવૃત્તિ આદિ ગ્રંથોના કર્તા, તથાસિદ્ધરાજ જયસિંહની રાજસભામાં (અણહિલપુર પાટણ) પણ જે મહાવિદ્વાન તરીકે ગણાતા હતા તે સુપ્રસિદ્ધ આચાર્યપ્રવરશ્રી મલધારી હેમચંદ્રસૂરીશ્વરજીનાં મલધારી શ્રી અભયદેવ સૂરિજી ગુરુ થતા હતા મલધારી શ્રી હેમચંદ્રસૂરિજીની ટીકા આદિ ગ્રંથોની જૈનપરંપરામાં એક સરખી પ્રશંસા થતી આવી છે. તેમણે એ ગ્રંથોની પ્રશસ્તિઓમાં તેમના ગુરુશ્રી અભયદેવસૂરિજીનું જે વર્ણન કર્યું છે, તથા કેટલાક સમય પછી થયેલા મલધારી શ્રી રાજશેખરસૂરિજીએ (સં. ૧૭૮૭માં) રચેલી પ્રાકૃત દ્વયાશ્રયવૃતિમાં તથા અન્ય ગ્રંથોમાં જે વર્ણન જોવામાં આવે છે તે જોતાં શ્રી અભયદેવસૂરીજીની મહાન શાસન પ્રભાવકતાનો ખ્યાલ સહેજે આવી શકે તેમ છે. ગુજરાતના કર્ણરાજાએ તેમનો તીવ્ર મલપરિષહ જોઈને ‘મલધારી’ બિરુદ આપ્યાની વાત ઘણાયે પ્રાચીન ગ્રંથોમાં વર્ણવેલી છે. શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ