________________
અહીં વર્તમઝાંખાર મહિનામાં વેતાંબરીય આશરે પંદર હજાર માનવે યાત્રાર્થે આવે છે. તીર્થને મહિમા વધી રહ્યો છે, આ નવીન જિયાલય થવાથી દશ ભાવુકને વિશેષ સગવડ રહે છે. તીર્થમાં આવ્યા છે એવું એક વાતાવરણ સર્જાય છે. અંતરિક્ષજી તીર્થની રમણીયતા અને શભા પણ પહેલાંથી વધતી આવી છે. જિનાલયની બહારનું મેદાન ખુલ્લું થયેલ છે. ધર્મશાળાઓ આજે જ બનાવી હોય એવી રંગથી શોભી રહી છે. ભોજનાલય પણ અદ્યતન શૈલીનું બની રહ્યું છે. યાત્રાળુઓને ભક્તિપૂર્વક વિના મૂલ્ય જમાડવામાં આવે છે. જુદા જુદા ગૃહસ્થા તરફથી તિથિઓ નેંધાયેલી છે. અને સર્વ વ્યવસ્થામાં, સર્વ કાર્યમાં, કુનેહ અને કાર્યદક્ષતા શેઠ શ્રી હરખચંદ હોંશીલાલની આગળ તરી આવે છે.
તીર્થ સદેવ વિજયવંત રહો! તીર્થભક્તિરંગ ઉપાસકેના હદયમાં સદૈવ રમતા રહો ! શાસનદેવને પ્રાર્થના છે કે, વિશ્વની આવતી સર્વ વાદળીએ વિખરાઈ જાઓ ! અને પ્રાચીન જિનાલયના થનાર જિર્ણોદ્ધારમાં હર પલ સહાયક થાઓ ! એવી મંગલ કામના સાથે આ તીર્થભક્તિથી લખાયેલા વૃત્તાંતને પૂર્ણ કરે છે.
UF :: સમાસ : : SF