________________
સ્ટ્રેટ હતા અને સમાજમાં, સરકારમાં તેમની લાગવગ પણ ખુબ હતી. શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ તીર્થને વહીવટ સન ૧૯૦૫ થી ૧૯૧૬ સુધી શ્રીમાન્ ડૅાશિલાલ પાનાચંદ શેઠે સંભાળ્યો. ત્યારબાદ શ્રીમાન્ સુખલાલ શેઠે તે કાર્યને ખુમ ખ`તથી આગળ ચલાવ્યું. તે વખતે હરખચંદભાઇ બાલાપુરની પેઢીને વહીવટ કરતા હતા અને શ્રી જયચંદભાઇ કુટુંબના માલિકીના જીન અને કપાસના વેપારમાં પેાતાની કતવ્યગીરીને પરિચય આપતા હતા.
દુર્ભાગ્યવશાત્ શ્રી સુખલાલ શેઠ અકાળે કાળધર્મ પામ્યા તેથી કુટુંબની સહુ જવાબદારી હરખચંદભાઇને શીરે આવી પડી. ત્યારથી આજ દીવસ સુધી તેઓ અનેકવિધ રીતીએ પેાતાની જવાબદારી પાર પાડી રહ્યા છે.
અનેક સંસ્થાઓના પ્રાણુ બન્યા :
બાલાપુરની નાની મેાટી અનેક સસ્થાઓના તેઓ પ્રાણ બન્યા છે. માલાપુરના શ્રી ગેાડીજી પાર્શ્વનાથ સંસ્થાનના વહિવટ તેમના હસ્તક જ છે. શ્રી ગેારક્ષણ સંસ્થા, શ્રી જૈન શિક્ષણ ક્રૂડ ટ્રસ્ટ, જેવી સમાજોપયાગી સંસ્થાના કાર્યનું સર્વ સૂત્રસંચાલન તેના હસ્તક જ છે. તેમનું જીવન કાર્ય કહી શકાય તેવું માટુ કાય એટલે તેઓ શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ સ્થાન શિરપુરના ( એટલે અંતરિક્ષ પાર્શ્વનાથ તી ) તેઓ મેનેજીંગ ટ્રસ્ટી અને સર્વાધિકારી છે. આ તીર્થની સેવા એ એમનું જીવનધ્યેય છે. તે માટે તે અથાગ પરિશ્રમ કરે છે. તન, મન અને ધનથી તેએ આ તીથની સેવાને અણુ થએલા છે. તે તેમની અપૂર્વ તીર્થં ભક્તિ જોતાં