________________
હાજરી સના ઉત્સાહમાં અનેરી વૃદ્ધિ કરતી હતી.
પૂ. પા. આચાર્ય ભગવંત શ્રી વિજયભુવનતિલકસૂરીશ્વરજી મહારાજે ફાગણ સુદ ૨ પાછલી રાત્રિના પ્રત્યેક બિંબની શાંત અને પ્રફુલ્લિત મનવૃત્તિથી અંજનશલાકા કરી હતી. ફ. શુ. ૩ ના મંગલ પ્રભાતે જય જય નાદેના બુલંદ ગૂજાર વચ્ચે ભવ્ય ગગનસ્પશી જિનાલયમાં મૂલનાયક શ્રી વિઘહર પાર્શ્વનાથ ભગવાનાદિ જિનબિંબની આચાર્ય ભગવંતના વરદ હસ્તે પ્રતિષ્ઠા કરવામાં આવી અને સકલ સંઘ આનંદસાગરમાં મગ્ન થયે. શિખર પર દવજારેપણું, સુવર્ણ કલશારે પણ આદિ નિર્વિઘ થયેલ. "
આ જિનાલયના નિર્માણથી તે પ્રાંતાગ સુધી અનેક વિના વાદળો ઘેરાયાં અને પ્રભુકૃપાથી વેરાયાં. જેથી
મૂલનાયક પ્રભુનું શ્રી વિબ્રહર પાર્શ્વનાથ યથાર્થ નામ રાખવામાં આવેલ. સૌએ જયનાદેથી વધાવી લીધું.
આ જિનાલયમાં અઢળક દાન-લક્ષ્મીને વ્યય કરનાર સમરતબેનના પતિ લાલચંદ શેઠના મારક તરીકે પ્રભુ સન્મુખ હાથ જોડીને ઉભેલી તેઓની મૂર્તિ પણ સ્થાપિત કરાઈ.
પ્રતિષ્ઠાનું કાર્ય પૂર્ણ થતાં સકલ સંઘ પૂ. ગુરુદેવની નિશ્રામાં સભારૂપ ગોઠવાતાં ગુરુદેવના ઉપદેશથી નિભાવ ફંડ ૨૦૦૦૦) રૂ. નું સાધારણ ખાતાનું સારા પ્રમાણમાં ઝટપટ થયું. સમરતબેને પાંચ વર્ષ સુધી બે બે હજાર, સરસ્વતીબેને પ૦૧) રૂા. આપવાનાં સહર્ષ વચન આપ્યાં. આ અંતરિક્ષજી તીર્થમાં