________________
.
૩૫
(કરા) સાથે મુશળધાર વરસાદ થયે પણ તીર્થથી પાંચેક માઈલના એરિયામાં એક બિંદુ પણ નહિ. આ ચમત્કારથી મોત્સવમાં હાજર થયેલા સેંકડો ગામના હજારે માન ચકિત બન્યા. મુગ્ધ બન્યા. અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનને કલિયુગમાં અચિંત્ય મહિમા ગાવા લાગ્યા.
આચાર્યદેવની વૈરાગ્યવાહિની, વ્યાસે હમેચિની વાણી શ્રવણ કરતાં યાત્રાળુઓએ ઉદારતાથી મહત્સવ દરમ્યાન પ્રત્યેક પ્રસંગોએ દાનને વર્ષાદ વર્ષ. નહીં ધારેલી દેવદ્રવ્યમાં આવક થઈ. હજારે યાત્રાળુઓને અગીયારેય દિવસમાં ત્રણેય સમયના જમણની સગવડ, અને જેનોની વસતી વગરના તીર્થની આવી સુંદર સગવડ જોઈને સર્વ આગંતુકો આનંદિત થયા.
પ્રતિદિન મંડપમાં પધરાવેલા શ્રી શાંતિનાથ ભગવાનની નવી નવી અંગરચનાઓ થતી. પૂજાએ અને ભાવનાઓમાં સંગીતકાર મનુભાઈ મુંબઈવાળા આદિએ રસ-ધારાની સતત રમઝટ જમાવી હતી.
૨૦૧૭ ના ફા. વ. ૭ ને રવિવારના દિવસે મંગલ પ્રભાતે શ્રી અંતરિક્ષજી પાર્શ્વનાથ ભગવાનની ભવ્ય, દિવ્ય, ચમત્કારીક પ્રતિમાને અષ્ટાદશાભિષેકની ક્રિયાઓ, વિધિવિધાને આચાર્ય દેવની સાનિધ્યમાં કરવામાં આવ્યા. વિધિવિધાને કરાવવા છાણીગામનિવાસી વિધિદક્ષ શ્રી રમણભાઇ, ચીનુભાઈ, મહવભાઈ આદિ આવેલા હેવાથી વિશુદ્ધિપૂર્વક સર્વ મિાએ પૂર્ણ થઈ હતી. આજે મધ્યાન્હ સમયે શ્રી શાંતિનાથ ભગવાનના