________________
૩૪
ભલે ડેકટરની મનાઈ હતી. ભલે શ્રાવક સંઘ વિહાર માટે અનિચ્છા ધરાવતું હતું. ભલે વિહાર લાંબે અને વિક્ટ અને સંકટભર્યો હતે પણ માત્ર શ્રદ્ધાબળના જોરથી જ આચાયશ્રીએ યેવલાથી ઔરંગાબાદ, જાલના, લોણાર આદિ સ્થળોએ ઉગ્ર વિહાર કરીને શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનની કૃપાથી ધારેલા સમયે શ્રી તીર્થધામમાં પહોંચી ગયા. કમિટીના પ્રમુખ શ્રી બંસીલાલજી કેચર, સર્વાધિકારી શ્રી હરખચંદ શેઠ, સેકેટરી શ્રી કાંતિલાલભાઈ તેમજ અન્ય સભ્યો ગુરુદેવના તીર્થ પ્રવેશના સમાચારથી ઘણું જ હર્ષિત થયા. અને આગામી અભિષેકેત્સવની તૈયારીઓ ચાલી. સર્વનેય વિશ્વાસ બેઠે કે તીર્થના અધિષ્ઠાયક દેવની જ પ્રેરણાથી આચાર્યદેવ આ તીર્થમાં શીધ્ર પહોંચ્યા છે. તીર્થ પ્રતિ સવની શ્રદ્ધા હતી જ પણ તે પરિપુષ્ટ થઈ.
શ્રી અષ્ટાદશાભિષેકને મહત્સવ શ્રી શાનિસ્નાત્રસમેત ઉજવાને નિર્ધાર અને અગિયારદિવસેના નવકારશી જમણે જુદા જુદા ગામના શ્રાવકે–સંઘ તરફથી નક્કી થયાં, અને સુશોભિત મંડપે અને તેરણો બંધાયા. અભૂતપૂર્વ મહોત્સવ આ તીર્થમાં ઉજવાયો. હજારે શ્રાવક-શ્રાવિકાઓએ આ પ્રસંગે ભક્તિભર્યા હૈયાથી લાભ ઉઠાવ્યા. આ મહોત્સવમાં એક ચમત્કાર એ થયે કે મહત્સવ પહેલાં અહીં વાનરસૈન્ય સેંકડોની સંખ્યામાં નાચતું-કૂદતું હતું. મંડપની ભાંગફોડ કરશે એ ભય હતો પણ મહત્સવના અગિયારેય દિવસ સુધબુધથી સમજીને ક્યાંક ચાલ્યા ગયા.
શીરપુર અંતરિક્ષજી તીર્થથી ચારે બાજુ ચારેક ઈચ ગારા