________________
જાય છે. હા, જમાનાની હવાથી કેટલાકને શંકા હતી કે કેઈ રસાયણિક પ્રયોગથી લકેને મુગ્ધ બનાવવા આ ચમત્કાર ગોઠવાયો હશે, પણ વૈજ્ઞાનિકે એ એ પણ શોધ કરી કે આ મૂર્તિ અદ્ધર રહેવામાં દૈવિય કારણ સિવાય અન્ય કંઈ જ નથી. એવું જાહેર કર્યું છે, પૂરવાર થયું છે. હાં, કલિયુગના કારમાં પ્રભાવથી મૂતિ કંઈક નીચે ઉતરી છે, અને એક બાજુની પલાંઠી કંઈક ભૂમિસ્પર્શ વાળી હોય એવું ભાસ થાય છે. ભગવાનની નીચેથી જંગલુછણું બરાબર નીકળી જાય છે. એક બાજુ સહેજ અટકે છે. એમાં ઘણું અનુભવીઓની માન્યતા છે કે કેટલાક અને દર્શન કરવા આવે છે, અને ચાર–આઠ આનાના પૈસા ભગવાન પર ચઢાવે છે. તેમાંથી કેટલાક નીચે ભરાઈ ગયા છે. અથવા લેપ કરવાને રસ નીચે જામી ગયે હેય એવી અનેક માન્યતાઓ પ્રવર્તે છે. સત્ય તત્વ વિચારીએ તે ગમે તેમ હોય પણ આટલી વજનદાર સ્મૃતિ એક રૂપૈયા પર કે લેપના બિંદુ પર અદ્ધર રહી શકે જ નહિ. એ વાત ચોગ્ય છે એવું નિશ્ચિત થાય છે કે આ કાલમાં આવી અદ્ધર આકાશમાં રહેલી મૂતિ ફક્ત આ તીર્થમાં જ બીરાજે છે. એથી હજાર ગામના સંઘે અહીં દર્શનાર્થે આવે છે. એના ચમત્કારથી આકર્ષાઈને આત્મશુદ્ધિ મેળવે છે.
મુંબઈ, કલકત્તા, મદ્રાસ જેવા દૂર પ્રદેશથી પણ હજારો યાત્રાળુઓ આજે પણ અહીં આવે છે. સ્વ-મનારાને પૂર્ણ કરે છે. સર્વ સંકટને ચૂરી નાખે છે, અને ધર્મશ્રદ્ધાને પરિપુષ્ટ બનાવે છે. આ પ્રત્યક્ષાનુભૂતિની વાત છે. " - જો કે પાર્શ્વનાથ ભગવાનના અધિષ્ઠાયકદે આજે પણ