________________
૧૪
સાનિધ્ય હાવું જ જોઈએ, નહીંતર પાણીભર્યાં તળાવા તા ઘણાંય છે, પણ આવા ચમત્કાર કોઇ પણ સ્થળમાં અનુભવાતા કે ઢેખાતા નથી.
શ્રીપાલ મહારાજાએ એ જળાશયના જળથી સર્વાંગે સ્નાન કર્યું, અને એ જળસ્પર્શથી સકુષ્ઠ રોગ સમૂલ દૂર થયા. રાજા તે રાજા પૂર્વવત્ સવ કાય શેાલવા લાગ્યા.
રાજાજીના રાગનાશથી સર્વ પરિવાર આનદિત થયા, અને મનમાન્યા ભેાજના જમ્યા. સર્વે વનમાં આનદ કિલ્લોલ કરવા લાગ્યા. રાજા સત્ત્વમૂર્તિ હતા, નિર્ભીય હતા, કૃતનિશ્ચયી હતા, પુરૂષાની પ્રતિમા હતા એટલે એણે હૈયામાં વિચાર કરી કે 66 આ જળાશયમાં શું છે? ક્યા ચમત્કારી દેવના પરચા છે, ક્યા પ્રભાવિક ધ્રુવના ચમત્કારથી જળ–પ્રભાવ વિસ્તર્યાં છે ? આ સૂક્ષ્મતાથી તપાસવું જોઈએ. ” પુણ્યવા સ્વાથે સર્વ કાર્ય વીસરતા નથી પણ એ કાર્યના પ્રાંત વિભાગ પણ શેાધે જ છે. શ્રીપાલ રાજાએ એ જળાશયની સમીપ એક વૃક્ષની છાયામાં પદ્માસન જમાવ્યું. પવિત્ર ભૂમિ, પુનિત વસ્ત્રો, વિશુદ્ધ મનેાભાવ આ ત્રણેયના સ'ગમે શ્રીપાલ રાજાની દ્રઢતામાં પૂરતી કરી. શ્રીપાલ રાજાએ પણ એક નેમથી નિશ્ચય કર્યાં કે દેહવિલય થાય ત્યાં સુધી આ જળાશયના તત્ત્વને શેાધવું જ. આમ શ્રીપાલ મહારાજા શુભ ભાવનાના હીંડાળે ઝુલી રહ્યો છે. એક જ વિચારધારામાં જ પ્લાવિત થયા છે કે જે કાઈ ધ્રુવ હાય, અસુર હાય, દેવી હાય કે અસુરી હોય તે પ્રત્યક્ષ થાઓ અને આ જળનું માહાત્મ્ય મને પ્રત્યક્ષ સ‘ભળાવા દર્શાવા!