________________
સૂર્યોદય પહેલાં અરુણોદયે, સૂર્ય સ્વામીના સ્વાગત કાજે આકાશ મેદાનમાં રક્તવર્ણ નયન રમ્ય ચાદર બીછાવી દીધી. પૃથ્વી પર પણ પક્ષિઓના કલકલ મધુર કંઠથી ગીત-ગુંજને શરૂ થયાં. રાજા શ્રીપાલને જાગૃત થવાના ઈશારારૂપ શરણાઈનાં કર્ણ-રસિક સરેદેને પ્રવાહ વહેવા લાગ્યું. શ્રીપાલ મહારાજા પણ જાગ્યા, સર્વે પ્રાતઃ કૃત્ય પતાવીને સ્વ-કાર્યમાં તલ્લીન થયાં. રાણીસાહ્યબાએ શ્રીપાલ મહારાજાને બે હાથ જોડી વિનવણી કરી કે આપશ્રીએ ગઈ કાલે જે સ્થળે હાથપગ અને મુખનું પ્રક્ષાલન કર્યું તે સ્થળમાં આજે સર્વ મળીને ચાલે અને પુનઃ પ્રક્ષાલન કરીને સર્વ શરીરથી રેગશિપુને ભગાડી મૂકીએ, રાજા પણ એ વાત સાંભળીને પ્રસન્ન થયે, અને સ્વ-કર્મચારીઓને આદેશ કર્યો, સર્વે તૈયાર થાઓ ! અને કાલે જે સ્થળે વનાનંદ અને રોગ શાન્યર્થ ગયા હતા ત્યાં આજે જવાનું છે. સર્વ સ્વ-સ્વવેષભૂષામાં તૈયાર થઈને શ્રીપાલ મહારાજા સાથે માર્ગથી ચાલ્યા.
- ધીમે ધીમે રાજ-રસાલા સાથે મહારાજા શ્રીપાલ એ દૈવીય જળાશય નિકટ આવી પહોંચ્યા. વનઘટાની શીતલતા, નિરવ શાંતતાભર્યું આકર્ષક વાતાવરણ, આલ્હાદજનક મુગ્ધક એકાંત સ્થળઅનુભવી રાજા અને કર્મચારિઓ અપૂર્વાશ્ચર્ય સાથે આનંદમાં ગરકાવ થયા.
રાજા, મંત્રી અને સર્વેએ મળીને વિચારણા કરી કે આ સ્થળે જળ કઈ દિવ્ય પ્રભાવિક છે, પવિત્ર છે, શીતળ છે, મધુર છે, અવશ્ય આ જળાશયમાં કેઈ અધિષ્ઠાયક દેવ