________________
વિસ્તરાવૃત્તિપ્ર'થ કરી છે. આ વૃત્તિ'થ ગૂઢ ગ′ભીર સંસ્કૃત ભાષામાં છે. પૂ॰ પાદ આ॰ મ॰ શ્રી હરિભદ્ર– સૂરિજી મહારાજની ભાષા અગભીર અને ગૂઢ ગહન હાય છે. જે લલિતવિસ્તરા ગ્રંથને વાંચીને ઉમિતિ ભવ પ્રપંચાકાર પૂ॰ પ્રખર પ'ડિત શ્રી સિદ્ધષિણિવર જૈન શાસન પ્રત્યે પરમ શ્રદ્ધાલુ બન્યા. તે લલિતવિસ્તરા ગ્રંથ પર સરલ તથા સચાટ શૈલીધે અનુવાદ અને વિવેચન અહીં પૂર્વ પન્યાસજી મહારાજે સુંદર રીતે સુમેાધક પદ્ધતિએ કરેલું છે. પૂર્વ પન્યાસજી મ૦ શ્રી ભદ્રંકરવિજયજીણવર (પૂર્વ આ॰ મ॰ શ્રી વિજય રામચ`દ્રસૂરીશ્વરજી મ૦ ના શિષ્યરત્નશ્રીએ ભૂમિકા લખીને ગ્રંથરત્ન-લલિતવિસ્તરા વૃત્તિનું મહત્ત્વ અને તેના વિષયેાને મહિમા ગાવે છે. ચૈત્યવંદન સૂત્ર જે શ્રી ગણધરભગવ`તાની રચના છે. તેને તથા તે પરના વૃત્તિગ્રંથને સમજવા-મનન ચિંતન કરવા કાજે પ્રસ્તુત પ્રકાશન સુંદર આલંબન રૂપ છે. વિવેચક પૂ॰ મહારાજશ્રીના પરિશ્રમ જ્ઞાન સાધના માટેના કાળજીપૂર્વકના પ્રયત્ન તેમજ સિદ્ધાંતગ્રંથરત્ન સમાન પ્રસ્તુતગ્રંથરત્નના ઉંડા અભ્યાસ અવશ્ય પ્રશંસનીય છે. સર્વ કોઇ અભ્યાસી વર્ગને આ પ્રકાશન ઉપયેાગી બનશે તે નિઃશ’ક છે. સળંગ પાકું કલેાથ માઇન્ડીંગ, દ્વિર’ગી જેકેટ તથા આકષ ક છાપકામથી પ્રસ્તુત પ્રકાશન સુંદર દીપી ઉઠયું છે.
૩ ૫-૪-૬૨ : કલ્યાણુપ્રકાશન મંદિર–વઢવાણુશહેર :
Y