________________
જ તેઓની માં સરસ્વતી પ્રત્યેની અનોખી લગન અને પુરુષાર્થસભર પ્રવૃત્તિ દેખી ઊંડો પ્રેમ છલકાતો જોવા મળ્યો છે. તેઓએ ખૂણેખાંચરેથી શક્ય પ્રયત્ન સર્વ પાંસાઓને સાંકળી લેતી સામગ્રી ભેગી કરી છે. પ્રાયઃ કરીને ભારતભરમાં સર્વપ્રથમ વાર આ ગ્રંથ બહાર પડે છે. - વિદ્યાપ્રેમીઓને સાધુ સાધ્વીજીઓને તથા શ્રત ઉપાસકોને ઉપયોગી થાય તેથી પ્રાકૃત-સંસ્કૃત-ગુજરાતીમાં સ્તોત્ર-કલ્પ-સ્તુતિ-પ્રાર્થના મંત્રો યંત્રાદિ મૂકી ગ્રંથ સમૃદ્ધ બનાવ્યો છે અને ગ્રંથની વિશેષતા એટલે વધી કે બાળમતિ વાળા જીવો કે જેને કશુંય આવડતું ન હોય તેઓ પણ માં શારદા ના ફોટાઓ અને પ્રભાવક યંત્રોના દર્શન કરી અહોભાવ-આનંદ પ્રગટ કરી, શ્રુતજ્ઞાન પ્રેમ વ્યક્ત કરી માં ની કૃપાના ભાજન બનવા પ્રયાસ કરી શકે. ટૂંકમાં બાળકથી લઈ સાધક જીવો સુધીને સ્પર્શતી માહિતીઓ આપવા મુનિશ્રીએ અથાગ પ્રયત્ન આદર્યો છે અને ત્રણ ચાર મહિનામાં જ તેઓએ આ બધું ભેગું કર્યું છે. - આ મહામૂલા ગ્રંથનું સંઘ, સમાજને દેશ વચ્ચે સર્વપ્રથમ વાર પ્રકાશન કરવાનો લાભ અમો શ્રી સંઘને પૂજ્ય ગુરુદેવની ઉદાર વિશાલ ભાવનાથી પ્રાપ્ત થયો છે તે બદલ અમારું ટ્રસ્ટીગણ ખરેખર ગૌરવ ને આનંદ અનુભવે છે. Eી સાથોસાથ પૂજ્ય સાધુ-સાધ્વીજી મહારાજ સાહેબ તથા જ્ઞાનભંડારો માટે ૫OO નકલોનો યત્કિંચિત લાભ અમો શ્રી સંઘને મળવાથી આનંદ થયો છે. ભવિષ્યમાં પણ આવો સુંદર લાભ મળતો રહે તેવી બન્ને ગુરુવરોને અમે વિનંતિ કરીએ છીએ. 0 ગ્રંથને શીધ્ર પ્રગટ કરવામાં સહાયક સુકૃતના સહભાગીઓએ જ્ઞાનભક્તિમાં જે ઉદાર દિલે આર્થિક સહયોગ આપ્યો છે તેનો હાર્દિક આભાર માનીએ છીએ. છે જો તથા પ્રોગ્રેસીવ પ્રિન્ટીંગ પ્રેસવાળા અસગરભાઈએ સંપૂર્ણ પુસ્તકનું સુઘડ કામ ટુંકાગાળામાં કરી આપ્યું છે, તે ગણનાપાત્ર છે.
વિષમ વર્તમાનમાં સદ્દબુદ્ધિની અધિષ્ઠાત્રી સરસ્વતી દેવીના ગ્રંથનો સર્વકોઈ ઉપયોગ કરે, તેનો મહિમા, પ્રભાવ, આરાધના, ઉપાસના દ્વારા વિસ્તરે, લોકજીવનમાં તેનું આગવું સ્થાન વધુને વધુ આદર પામે તથા મુનિશ્રી વધુને વધુ આ અંગે અર્થગંભીર સાહિત્યનું સંશોધન કરી ભવિષ્યમાં વધુ પ્રગટ કરે તેવી નમ્ર અપેક્ષા,
છે લિ.
શ્રી રાંદેર રોડ, ગ્વ.મૂ. તપા. જૈન શ્રી સંઘ
અડાજણ પાટીયા, સુરત.