________________
જો તે પ્રકાશકીય નિવેદન છે. માનવ મન ધારે છે કાંઈ ! અને ભવિતવ્યતા ઘાટ ઘડે છે કાંઈ ! જ ખરા ભૂખ્યાને સામેથી ઘેબર મળે, તરસ્યાને પાણી મળે, રાતોરાત ગરીબી અમીરીમાં પલટાઈ જાય કે મનમાંય ઈચ્છેલુ ન હોય તે કરતાય સવાયુ થઈને સાક્ષાત થાય ત્યારે મનમાં જે આનંદ અનુભવાય, ચિત્ત પ્રસન્ન બને અને દિલમાં પરમ શાંતિ સંતોષ પથરાય તેની અનુભૂતિ સામાન્ય જનને જલ્દી ન ઉતરે તે અમારે પ્રત્યક્ષ બન્યું. જ વિ.સં. ૨૦૪૯ શ્રી રાંદેર રોડ બ્લે.મૂ.જૈન શ્રી સંઘ સૂરતના આંગણે પરમ પૂજ્ય શાસનસમ્રાટ્ શ્રીમાનું વિજય નેમિ-વિજ્ઞાન-કસ્તૂરસૂરીશ્વરજી મ.સા. ના પટ્ટધરો બાંધવ બેલડી પ.પૂ.આ.શ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા. ૫.પૂ.આ. શ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા. તથા ૫. શ્રી પુષ્પચંદ્ર વિ.મ., પં. શ્રી સોમચંદ્ર વિ.મ, પં. શ્રી કલ્યાણચંદ્ર વિ.મ., શ્રી કુશલચંદ્ર વિ.મ. આદી ૨૦ મુનિવરો સાથે આરાધના - સાધનામય ચાતુર્માસ પસાર થયું.
બંને પૂજ્યાચાર્ય મ.શ્રી ની અજબગજબની સ્વાધ્યાય, તપ અને શાસનપ્રભાવના ની અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે તેઓશ્રીનાશિષ્ય, પ્રશિષ્યની સ્વાધ્યાયવિશેષની અમૃતશી ! પ્રવૃત્તિ ઉડીને આંખે વળગે તેવી જોવા જાણવા મળી. તેમાં પણ જેસલમેર પાટણ, ખંભાત, અમદાવાદ વિગેરે સમૃદ્ધ જ્ઞાનભંડારોના અમૂલ્ય ગ્રંથોની સંરક્ષણ, સંવર્ધન અને સંશોધનની વિવિધ પ્રવૃત્તિઓ નિહાળી તે પૈકી પ. પૂ. આ.વિ.ચંદ્રોદય સૂરીશ્વરજી મ.સા.ના શિષ્યમુનિ કુલચંદ્રવિજયમહારાજ સંશોધનની પ્રવૃત્તિમાં વ્યસ્ત હતા - જિજ્ઞાસાથી જોયું ! પુછયું ! શું વિષય છે ? જવાબ મળ્યો - શ્રી શ્રુતદેવી સરસ્વતીની કરુણા અને પૂ. ગુરુદેવ શ્રી ની કૃપાથી આપણી સર્વપ્રથમ વિદ્યાદેવી સરસ્વતીનું સઘળું સાહિત્ય સંકલિત કરી રહ્યો છું. જૈન જૈનેત્તરોમાં તેના સંબંધી કોઈ સ્વતંત્ર ગ્રંથ જાણવામાં નથી. જે કંઈ પણ આછું પાતળું છે તે અનુપલબ્ધ છે, જેથી છૂટાછવાયા પારાની માળા બનાવવા પ્રયત્ન કરું છું.
પૂજ્યશ્રીની વાતોમાં રસ પડ્યો. વિદ્યાક્ષેત્રે જેઓનું મૂળભૂત પ્રદાન છે, જેની આરાધના-સાધના દ્વારા માસરસ્વતી દેવીની કૃપા મેળવી સારી રીતે વિકાસ સરળતાથી કરી શકાય છે, તેમજ જેઓ મંદબુદ્ધિના હોય, ભણેલું ભૂલી જતા હોય, જ્ઞાન ચડતું. ન હોય, જેને આગમાદિનો અભ્યાસ કરી અવિરત આત્મ વિકાસની આગેકૂચ કરવી હોય તે સર્વ કોઈને ઉપયોગી બને તેથી શ્રુતદેવીના અંગ, પ્રત્યંગ સ્વરુપ, યંત્ર-મંત્ર-તંત્ર-ઔષધિકલ્પ સમેત, દેવીના પ્રાચીન અર્વાચીન ફોટાઓ સાથે સાહિત્ય ભેગું કરું છું.