________________
ભાષાંતર શરદપૂર્ણિમાના ચંદ્ર સરખી સંપૂર્ણ વદન(મુખ)વાળી (હે વાગેશ્વરી) તને નમસ્કાર થાઓ. શ્રેષ્ઠ નિર્મળ કમળની પાંદડી સરખી દીર્ઘ લોચનવાળી તને નમસ્કાર થાઓ. મોતીનો હાર, સરોવરમાં રહેલ હંસ, કુંદ નામના (ઉજ્જવળ) પુષ્પોના ચંદ્ર સરખી સફેદ વર્ણવાળી તને નમસ્કાર થાઓ. સર્વ ભાષાઓને વિશે વાણી સ્વરૂપે વ્યાપ્ત એવી તને નમસ્કાર થાઓ. કાળા-ગાઢ-વાંકડીયા-મૃદુ (કોમળ) અને સ્નિગ્ધ કેશવાળી તને નમસ્કાર થાઓ. નિર્મળમોરની શિખાવાળામુગટમણીથી સહિતમસ્તકવાળી તને નમસ્કાર થાઓ. . તપાવેલા સોનામાંજડેલા મણિના કંડલોથી સુશોભિતએવીતને નમસ્કાર થાઓ./ ઉત્તમ કટિ સૂત્ર (કંદોરા) થી વિભૂષિત કટિપ્રદેશવાળી તને નમસ્કાર થાઓ. ૨, (ઉત્તમશુદ્ધમોતીનાહારથીશોભતીવક્ષસ્થળ (હૃદય)વાળી તને નમસ્કાર થાઓ. પ્રણતજન = તને નમસ્કાર કરેલા લોકના પાપોને હરવામાં ચતુર એવી તને " નમસ્કાર થાઓ. સુંદર બે બાજુબંધ ગ્રહણ કરેલા છે. તેનાથી અત્યંત ઉત્કૃષ્ટ એવી તને નમસ્કાર થાઓ. રત્ન (મણી) અને સુવર્ણથી અલંકૃત થયેલા સુંદર કંઠવાળી એવી તને , નમસ્કાર થાઓ. અત્યંત ઉજ્જવળ લતા (પુષ્પ) છે હાથમા જેને એવી હે દેવી! તને નમસ્કાર થાઓ. કમલ - મત્સ્ય - વજ વિગેરે સુલક્ષણોથી પ્રશસ્ત એવી તને નમસ્કાર થાઓ. તેના દુષ્ટ, દૈત્યો અને શત્રુઓને નાશ કરવામાં હોશીયાર એવી તને નમસ્કાર , થોઓ. હૈિ દીર્ઘ આંખવાળી દેવી ! તને નમસ્કાર થાઓ. મને તું સુખને આપ. ૪ આભૂષણ વિશેષથી સરલ (સીધી) આંગળીઓમાં આસક્ત છે મધ્યભાગ છે જેનો એવી તને નમસ્કાર થાઓ.’ દીવ્ય જ્ઞાનીઓથી જણાયું છે રહસ્ય જેનું એવી તને નમસ્કાર થાઓ. શાસ્ત્રના અત્યંત શ્રેષ્ઠ પુસ્તકો સ્થાપન કર્યા છે હાથમાં જેને એવી તને નમસ્કાર થાઓ. સ્વર્ગના માર્ગની અર્ગલાને ભાંગવામાં શસ્ત્ર સમાન તને નમસ્કાર થાઓ. જિનેશ્વર ભગવંતના મુખ કમળમાં ઉત્પન્ન થયેલી હે સરસ્વતી ! નમેલા સકલ જનના મનને ચિંતામણી સ્વરૂપ છે શ્રી બ્રહ્મપુત્રી, હે ગૌરી ! / હે જોગેશ્વરી ! હે વાગીશ્વરી !, તું મને વરદાન આપનારી થા.