________________
૧૧૨
***
૬૬
Az RG G
સરસ્વતી સ્તવના આમૂલાલોલધૂલી......
૭
શ્વેતાંગી શુભ્રવસ્રા શરદશશી સમી, દિવ્ય કાંતિ પ્રસારે, ચારુ દક્ષિણ હસ્તે ધરત મણીમયી, અક્ષમાલા પ્રકાશે । અર્હદ વિદ્યાનુરાગી ચરણ કમલને, સેવતી નિત્ય ભાવે, દેવી સરસ્વતી મા દુરિત પડલને, શીઘ્ર સારે નિવારે.....૧ પ્રેમે પૂજે પ્રવાહે વદનથી વદતા, વિશ્વમાનુષી વાણી, શાસ્ત્રાદિ પાર પામે વિજયી જ બનતાં, મલ્લવાદી સૂરિજી । આમ્રાદિ ભક્ત થાયે શ્રવણે જે સુણતાં, બપ્પભટ્ટીની વાણી હેમાચાર્યાદિ તૂઠે સકલ જગતમાં, જ્ઞાન વિદ્યા પ્રસારી......૨ આવ્યો હું ભાવધારી પરમ પુરુષના, પંથને સાંભળીજી, તારી તારી જ માડી કદી નહિ તજવી, સેવના પુન્યકારી । આપી આપીશ તું હિ અચલ અકલ જે, બુદ્ધિને જ્ઞાન-ભારી, શ્રદ્ધાદિ ભાવ પોષી અજર અમર જે, આત્મગુણોને આપી.
५७
મા શારદાને પ્રાર્થના અસત્યો માંહેથી પ્રભુ પરમ.......
સ્મરું સાચે ચિત્તે પદ કમલને થાપી હ્રદયે, સ્તવું ભાવે તોરા ગુણગણતણો પાર નહી જે, લહું માતા આજે હરખ દિલમાં ધ્યાવી તુજને, નિહાળે જો સ્નેહે ફળશે શિશુના જાપ ઉર’જે.......૧ તિરસ્કારે તેજે, શરદશશીનીકાંતિ વદને, પુરસ્કારે પ્રેમે પવિત્ર જનને જ્ઞાન દઈને, આવિષ્કારે હેતે ક્ષણ નહી ભૂલે ચિત્ત કમલે, નિહાળે જો સ્નેહે બળશે શિશુના પાપ ઉર’જે.....૨ વિકાસે ઘી ભારી સતત સમરે આપ હૃદયે, વિલાસે ગી સારી સરલ મનથી માત ભજશે, વિનાશે ભી મારી ભવભયતણી તાણ ટળશે, નિહાળે જો સ્નેહે ઠરશે શિશુના તાપ ઉર’જે......૩
'