________________
૧૧
૪
-: શ્રી વાગીશ્વરી સ્તુતિ :- રાગ : આજે પામ્યો પરમ પદનો.......
દીઠી દીઠી અમૃત ઝરતી અંગ પ્રત્યંગ દેવી, મીઠી મીઠી સકલ જનની માત વાગીશ્વરજી લીધી લીધી ચરણ યુગની સેવના પુન્યકારી કીધી કીધી અંતઃકરણથી વંદના ભાવ ધારી.......૧ જીત્યાં જીત્યાં અખિલ જગના માન ને કામ ગાળી મીટ્યાં મીટ્યાં સરલ જીવના મોહ અંધાર ખાળી ખુલ્યાં ખુલ્યાં ભવિક ગણના સત્યના દ્વાર માડી મીલ્યાં માલ્યાં સકલ સુખના સાર તારી કૃપાથી... કીજે કીજે અબુધ શિશુને પ્રેરણા સત્ય કીજે દીજે દીજે પરમ પદની જીંદગી એવી દીજે ગીત ગીતે હૃદય મનનાં ઠાલવું ભાવ ગીતે લીજે લીજે વિનતિ ઉરમાં માત આજે જ લીજે..
૬૫ મા શારદા ને વંદના
સ્નાતસ્યા પ્રતિમસ્ય...
-
૬
જેના નામ સ્મરણથી અબુધના કષ્ટો બધા નાસતા, ' જેના જાપ કરણથી વિબુધના કાર્યો સદા શોભતા, જેના ધ્યાન થકી મળે ભવિકને પુન્યોધની સંપદા, ભાવે તે શ્રુત શારદા ચરણમાં હોજો સદા વંદના.. .....૧ જે વિલસે સચરાચર જગતમાં હંસાધિરુઢા બની, શોભે પુસ્તક પંકજે ગ્રહી થકી મૌક્તિક માલા વળી, વિદ્યા વાણી પ્રમોદને યશઃ દઈ કામિતને પૂરતી, ભાવે તે શ્રુત શારદા ચરણમાં હોજો સદા વંદના....... ૨ તીર્થકર મુખ સેવતી ભગવતી વિખ્યાત જે લોકમાં, ભંજે સંશય લોકના તિમિરને જૈનેશ્વરી જોડ”ના, પૂજે દાનવ-માનવો લળી લળી પાપો તૂટે થોકમાં, ભાવે તે શ્રુત શારદા ચરણમાં હોજો સદા વંદના. ૮.૩ !