________________
TO
૫૫
મા વાગીશ્વરી રસ્તુતિ
કર્તા :- યોગી દીવ્યાનંદજી છંદ સ્ત્રગ્ધરા (૧) રાગ - આમૂલાલોલધૂલી બહુલ... શ્વેતાંગી સ્વેતવસ્ત્રા ધવલ કમલમાં જ્ઞાન મૂર્તિ પ્રતાપી, ક્ષીરાબ્ધિ રંક લાગે વિમલ મુખ વિભા સૌ દિશે ભવ્ય વ્યાપી, શોભે શ્વેતાનને શી ? શરદવિધુ તજે ગર્વ સૌન્દર્ય કરો, માતા વાગીશ્વરીના ચરણ યુગ નમી હર્ષ પામું અનેરો......૧ વીણાના તાર છેડે મૂદુમૃદુ કવને સંગીત મસ્ત લાગે, ગ્રંથે શોભા પ્રસારી ધવલ તમ ભુજા ભાવ વૈવિધ્ય જાગે, અજ્ઞાની જ્ઞાન પામે મનુજ પથ વિષે જ્ઞાનના પુષ્પ વેરો, માતા વાગીશ્વરીના ચરણ યુગ નમી હર્ષ પામું અનેરો......૨ માલા હસ્તે પ્રકાશે સ્ફટિકમણિ તણી જાપથી દુઃખ ટાળે, ઈન્દ્રાદિ સ્તોત્ર ગાયે પરમ સુખ વરે જ્ઞાનના પંથ વાળે, આશા સૌ પૂર્ણ થાયે ઉર તમસ હરો વ્યાપતી જ્ઞાન ઘેરો, માતા વાગીશ્વરીના ચરણ યુગ નમી હર્ષ પામું અનેરો......૩
કે પૃથ્વી વાયુ નભેથી અનલ જલ તણા પંચ તત્વે રચાયે, પૃથ્વીના માનવી જે તુજ ભજન કરી દેવતા રુપ થાયે,
ટાળો હે દીવ્યમાતા તુજ હૃદય વશ્યો મોહ અંધાર ઘેરો, છે, માતા વાગીશ્વરીના ચરણ યુગ નમી હર્ષ પામું અનેરો....
તારો સર્વત્ર ગાજે વિજય દશ દિશે દિવ્ય જ્યોતિ પ્રકાશી, પાપો તાપો જ ટાળો વિમલ વદન હે શારદે ! જ્ઞાનરાશી, દિવ્યાનંદે જ રાચે અહર્નિશ કરે પાઠ જે શાસ્ત્ર કેરો, માતા વાગીશ્વરીના ચરણ યુગ નમી હર્ષ પામું અનેરો......૫
સમાપ્ત