________________
કલશ : આદિમાત અરદાસ એકમોરી અવધારોં મયા કરી માહરા વિકટ સંકટ સવિ વારો, મુજને તુજ આધાર કૃપા અમ ઉપરી કીજૈ, સુખ સંપત્તિ સંતાન દાન મન વંછિત દી, તિહું ભુવણ પરાક્રમ તાહરૉ પ્રગટ અછે પરમેસરી કવિ કુશલ લાભ કલ્યાણ. કરી જય જયંતુ જગદીશ્વરી ll૪૪ll વરષા ધન વરખંત ગ્યાન (જ્ઞાન) કિણધાર ગણી જજૈ વસુ અસયલ વિસ્તાર મહીપણિ કૌણ મુણીજજે અતિ અલંબ આકાશ કવણું બંધે આપણે ક્રમ તિમ તિમ દેવી તાહરા પાર વિણ નામ પરાક્રમ અનેકરૂપ પણિ એક તું સમી યુગતિ શિવશંકરી કવિકુશલ લાભ કલ્યાણ કહિ આયા પૂરણ ઈશ્વરી I૪પી,
ઈતિ શ્રી શારદાજીસહસ્ત્રનામ છંદ કુશલલાભકૃતા સંપૂર્ણ લિખિતા ||
૫૨.
સરસ્વતી ગીત ડભોઈ હ. લિ. પત્ર. પપ૪ | ૫૧૦૮.
(સુણોઅંદાજી) મા ભગવતી વિદ્યાની દેનારી માતા સરસ્વતી તું વાણી વિલાસની કરનારી, અજ્ઞાન તિમિરની હરનારી
- તું જ્ઞાન વિકાસની કરનારી મા ભાગ......૧ છે તું બ્રહ્માણી જગમાતા, આદી ભવાની તું ત્રાતા -
| કાશ્મીર મંડન (મંદિરની) સુખશાતા. મા ભગ....૨ ( માથે મસ્તક મુગટ બિરાજે છે, દોય કાને કુંડલ છાજે છે, તો
હૈયે હાર મોતીનો રાજે છે ...... મા ભગ....૩ ક, એક હાથે વીણા સોહે છે, બીજે પુસ્તક પડિબોહે છે
કમલાકર માલા મોહે છે...... મા ભગ....૪ હંસાસન બેસી જગત ફરો, કવિ જનનાં મુખમાં સંચરો
| માં મુજને બુદ્ધિ પ્રકાશ કરો....... માં ભગ....૫ સચરાચરમેં તુહ વસી, તુજ ધ્યાન ધરે ચિત્ત ઉલ્લસી,
- તે વિદ્યા પામે હસી હસી....... મા ભગ.....૬ તું શુદ્રોપદ્રવ હરનારી કહે દયાનંદને સુખકારી
શાસનદેવી મનોહરી હું જોઉં તોરી બલિહારી.... મા ભગ....૭ (માતા સરસ્વતી વિદ્યાની દાતા તું ત્રિભુવનમાં વિખ્યાતા
- તુજ નામે લહીએ સુખશાતા.... મા ભગ....૮) , | ઈતિ સરસ્વતી ગીત સપૂર્ણમ્ |