________________
પ્રાર્થના
અમારા વિચારો સદા હો પવિત્ર, હો વાણી અમારી સદા પ્રિય સત્ય; ને કર્મો અમારા હો પુણ્ય વિશુદ્ધ, પ્રભુ હો અમારું આ જીવન પ્રબુદ્ધ. અમે તારી શાંતિનું વાજિંત્ર બનીએ, સદા સ્નેહ શ્રદ્ધાને આશાને વરીએ; અમારું જીવન હો સદા નિત્ય નિષ્ઠ, અમારું કવન હો પ્રકાશે પ્રતિષ્ઠ. પ્રભુ સારી સૃષ્ટિનું કલ્યાણ થાય, મળે સુખ શાંતિને સંતાપ જાય; ને સત્યમ્ શિવમ્ સુંદરમ્ની જીવનમાં, પ્રભુ સર્વ કાળે ત્રિવેણી રચાય.
જ્ઞાનસાધના અને સરસ્વતી વંદના
O
૫૩