________________
સમાજવ્યવસ્થા, ધાર્મિક, સામાજિક, ઉત્સવો ઈત્યાદિનો ચિતાર મળે છે. ઉપરાંત બીજી અનેક નાની મોટી પૌરાણિક કથાઓ - આખ્યાયિકાઓનો તેમાં સમાવેશ થયો છે.
તેમાં તત્ત્વજ્ઞાન, જૈન તેમજ ઇત્તર પરંપરાનો ગહન ઇતિહાસ, સંપૂર્ણ વિગતો આપવામાં આવી છે. એમની મહાન કૃતિને દરેક જૈન શ્રમણભગવંત એક ગ્રંથરત્ન તરીકે સ્વીકારે છે અને તેનો સ્વાધ્યાય કરે છે. આવા હેમાચંદ્રાચાર્યે અનેક ગ્રંથરત્નોનો અમૂલ્ય અજાનો જગતને આપી જ્ઞાનનો અભૂત વારસો આપ્યો છે. પાટણ તે સમયે વિદ્વાનોનું આશ્રયસ્થાન હતું અને ઘણા ધુરંધર શિષ્યો તેમણે તૈયાર કર્યા હતા. તેમની કૃતિઓ પણ સાહિત્યજગતમાં અમરસ્થાન પામી છે. આવા યુગ પ્રવર્તક કલિકાસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય વિ. સં. ૧રર૯ (ઇ.સ. ૧૧૭૩) માં ૮૪ વર્ષની ઉંમરે પાટણમાં કાળધર્મ પામ્યા. તેમના મૃત્યુની જાણ છ મહિના અગાઉ થઈ હતી. તે તેમણે કુમારપાળને તેમજ ગુરુબંધુ પ્રદ્યુમ્નસૂરિને કરી હતી અને છેલ્લે તેમણે અનશનવ્રત અંગીકાર કરેલું. જે જગ્યાએ તેમની અંત્યેષ્ટિ સંસ્કાર કરવામાં આવ્યા હતા ત્યાંથી રાજા કુમારપાળે ભસ્મ લઈ માથે ચડાવેલી. હજારો મુનિઓએ રાજા કુમારપાળનું અનુકરણ કર્યું અને તેની રજ માથે ચડાવી હતી. એ સ્થાને તેથી ખાડો થઈ ગયો જે “હેમ ખાડા” તરીકે આજે પણ પાટણમાં જાણીતો છે. આચાર્યશ્રી અલૌકિક પ્રતિભાથી પરિપૂર્ણ હતાં. તેમના સમયમાં જૈન ધર્મ જ નહીં, સમગ્ર ભારતીય સંસ્કૃતિ પ્રાણવાન બની ગઈ હતી, એટલે જ તેઓ યુગપ્રવર્તક તરીકે ઓળખાયા હતા.
આવા અનન્ય, અપૂર્વ, પ્રતિભાસંપન્ન, સમર્થ સાહિત્યકાર, પ્રકાંડ પંડિત, મહાન યુગ પ્રવર્તક, કલિકાલ સર્વજ્ઞશ્રી હેમચંદ્રાચાર્યની સરસ્વતી સાધના ચિરસ્મરણીય રહેશે.
- પ્રમેશ ગાંધી “પદ્મનાભ'
પાનાના અને સરસ્વતી વંદના