________________
શોભા અને યશકીર્તિમાં અભિવૃદ્ધિ કરતું હતું, તેવું ગુજરાતમાં ત્યારે ન હતું. માલવાના ગ્રંથભંડારો જોતા રાજને તેના એક મહાન ગ્રંથ તરફ નજર કરી પૂછ્યું. “આ શું છે ?” ગ્રંથપાલે જણાવ્યું આ રાજા ભોજનું સ્વરચિત “સરસ્વતી કંઠાભરણમ” નામનું વ્યાકરણ છે. વિદ્વતશિરોમણિ ભોજરાજા શબ્દશાસ્ત્ર, અલંકારશાસ્ત્ર, નિમિત્તશાસ્ત્ર, ચિકિત્સાશાસ્ત્ર આદિ ગ્રંથોના વિદ્વાન રચનાકાર છે. પ્રશ્રચૂડામણિ, મેઘમાલા, અર્થશાસ્ત્ર વ. ગ્રંથોની રચના તેમણે કરી છે. રાજા સિદ્ધરાજ વિદ્યાપ્રેમી હતા જ, પોતાની ઓછપ દૂર કરવા તેમણે રાજ્યમાંથી સર્વ વિદ્વાનોની સભા બોલાવી અને સર્વેની દૃષ્ટિ હેમચંદ્રાચાર્ય ઉપર સ્થિર થઈ. રાજાએ આચાર્યશ્રીને લોકોપકાર માટે નવા વ્યાકરણની રચના કરવા વિનંતી કરી. તેમણે તે સહર્ષ સ્વીકારી અને જોરદાર તૈયારી કરી. આચાર્યશ્રીના કહેવાથી રાજને કાશ્મીર પ્રદેશાંતર્ગત પ્રવરદેશના ભારીય કોષમાંની આઠ વિશાળ વ્યાકરણની પ્રતો મંગાવી. આ ગ્રંથો લાવવા માટે ઉત્સાર નામના પંડિતને મોકલવામાં આવ્યા હતા. વ્યાકરણગ્રંથનું ગંભીર અધ્યયન કર્યા બાદ આચાર્યશ્રીએ પંચાગપૂર્ણ ઉત્તમ વ્યાકરણગ્રંથની પ્રાકૃત-સંસ્કૃતમાં રચના કરી. તે મહાન ગ્રંથમણિ એટલે “સિદ્ધહેમશબ્દાનુશાસનમ્.” આ ગ્રંથ પૂર્ણ થતાં તેને હાથીની ઉપર સોનાની અંબાડીમાં પધરાવી નગરમાં ફેરવવામાં આવ્યો હતો. આ ગ્રંથથી સાહિત્ય ધન્ય થઈ ગયું અને રાજનની અને આચાર્યની કીર્તિ દેશ-પરદેશમાં ફેલાઈ. વિદ્વાનોએ, પંડિતોએ અને રાજપુરોહિતોએ ત્રણ વરસ તેનો અભ્યાસ કરી તેને પ્રમાણિત કર્યો. રાજા સિદ્ધાર્થે સાતસો લહિયાઓ રાખી તેની પ્રતિલિપિઓ તૈયાર કરાવી. અંગ, બંગ, કલિંગ, લાટ, કર્ણાટક, કોકણ, મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્ર, વત્સ, કચ્છ, માલવ, સિંધુ, સૌવિર, નેપાળ, પારસ, મરંડ, હરદ્વાર, કાશી, ગયા, કુરુક્ષેત્ર, કાન્યકુજ, ગૌડ, કામરૂપ, સપાદલક્ષ, સિંહલ, જાલંધરી, કૌશિક આદિ અનેક પ્રદેશોમાં મોકલી તેનો પ્રચાર કર્યો.
આચાર્યશ્રી જ્ઞાનના ભંડાર હતા. તેમણે વિપુલ પ્રમાણમાં વિવિધ ગ્રંથોની રચના કરી છે અને સાહિત્યના દરેક વિષયમાં શ્રેષ્ઠતમ સર્જન
જ્ઞાનસાધના અને સરસ્વતી વંદના
૩૮
-