________________
અનેકાંતદષ્ટિ આવશે ત્યાં જીવન શાંતિ અને સ્વસ્થતાભર્યું બની જાશે. આજે આપણા જીવનમાં અસ્વસ્થતા છે તે ગ્રહોને કારણે છે. જ્ઞાનથી ગ્રહો છૂટે, પૂર્વગ્રહ, દુરાગ્રહ, આગ્રહ વગેરે છૂટશે. જ્યાં આગ્રહ છે ત્યાં કષાયો જોગવાની પૂર્ણ શક્યતા છે. સત્યાગ્રહથી આગળ છે. સત્ય ગ્રાહી સત્યાગ્રાહી એટલે સત્યને ગ્રહણ કરવું, અહીં વિશાળ દષ્ટિ અભિપ્રેત છે. સત્યના જે જે અંશો જ્યાં જ્યાં વેરાયેલા પડ્યા છે તે ને ગ્રહણ કરવાની વાત છે. ધર્મ એટલે સત્યનો સમન્વય, ધર્મ એટલે સત્યનો સ્વીકાર. જૈન ધર્મે દરેક નયનો સાપેક્ષભાવે સ્વીકાર કર્યો છે. નય તો જ સાચો નય બની શકે જો તે બીજા નયનો સ્વીકાર કરે તો, નહીં તો એ નય પણ દુર્નય બની જાય છે, એમ શાસ્ત્રકારો ફરમાવે છે. નય એટલે દૃષ્ટિ, એક નયે બીજા નયનો સ્વીકાર કરવો જ જોઈએ. નિશ્ચયદષ્ટિ જો વહેવારદષ્ટિનો સ્વીકાર ન કરે તો એ નિશ્ચય સાચો નિશ્ચય નથી. વ્યવહાર જો નિશ્ચય સાપેક્ષ ન હોય તો એ વ્યવહાર સાચો વ્યવહાર નથી એ જ વ્યવહાર સાચો છે જે નિશ્ચય સાપેક્ષ છે એ જ નિશ્ચય સાચો હોય જે વ્યવહાર સાપેક્ષ હોય છે.
જ્યાં એક પણ નયનો એક પણ દૃષ્ટિનો અભાવ આવી ગયો કે ઉપેક્ષા આવી ગઈ ત્યાં એ નય સાચો હોવા છતાં સાચો રહી શકતો નથી. સમ્યકજ્ઞાનમાં દરેકનો સ્વીકાર હોય છે. આપણે સ્વીકારને બદલે ધિક્કાર કરવાનું શીખ્યા છીએ. ક્યાંય પણ આપણા મતની વિરુદ્ધ વાત આવી આપણા સંપ્રદાયની વિરુદ્ધની વાત અલગ ગચ્છ કે મત આવ્યો એટલે આપણે તેનો સ્વીકાર કરી શકતા નથી. - કલીકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે રાગમાં જો કોઈ ખતરનાક તત્ત્વ ગયું હોય તો એ દષ્ટિરાગને ગમ્યું છે. પોતાની દષ્ટિનો રાગ પોતાના મતનો રાગ પોતે સ્વીકારેલ માન્યતાનો એક રાગ પક્કડ આગ્રહ તેને દૃષ્ટિરાગ કહ્યો છે. - કામરાગ અને સ્નેહરાગ, હજી પણ નિવારી શકાય છે તેનાથી ઉપર ઊઠી શકાય છે. પરિવારના સ્વજનો ઉપરની મમતા પણ છોડી શકે છે અને જાતીય વાસનાઓથી પણ મુક્ત બની શકે છે. | જ્ઞાનસાધના અને સરસ્વતી વંદના :
૨૫