________________
કવિ ઋષભદાસ માટે એમ કહેવાય છે કે તેઓ મંદબુદ્ધિના હતા. ઉપાશ્રયોમાં ગુરુભગવંતોની સેવા કરતાં. કચરો વ. કાઢતાં. એકવાર સારસ્વત પર્વ (ગ્રહણ)માં પૂજ્ય વિજયસેનસૂરિ મ. એ પોતાના મંદબુદ્ધિ શિષ્ય માટે બ્રાહ્મીમોદક સિદ્ધ કરીને પાટલા ઉપર મુક્યા. પચ્ચક્ખાણ આવ્યું ન હતું ને ગુરુદેવ બહાર ગયાં. ઋષભદાસ વહેલી સવારે કચરો કાઢવા આવ્યા લો મોદક જોયો ને ખાઈ ગયાં. ઋષભદાસ વહેલી સવારે કચરો કાઢવા આવ્યા પેલો મોદક જોયો ને ખાઈ ગયા. પૂ. આચાર્યદેવે શિષ્ય માટે મોદક શોધ્યો, મળ્યો નહિ. ઋષભદાસને પૂછતાં એમણે ઉપયોગ કર્યાનું જાણ્યું. (અંતે) ગુરુદેવના આશિષથી એ ઋષભદાસ મહાકવિ બન્યો.
તેલંગણાના ઈશ્વરશાસ્ત્રીએ પણ ગ્રહણના દિવસે જ્યોતિષ્મતી તેલ અભિમંત્રિત કરી તેના પ્રયોગથી પોતાની પાઠશાળાના ૫૦૦ વિદ્યાર્થીને મહામેઘાવી બનાવ્યા હતા.
આ જ રીતે સારસ્વતયંત્રો - સારસ્વતગુટિકાને ધારણ કરવાથી પણ મહાવિદ્વાન બનવાના ઉલ્લેખો ગ્રંથોનાં પાનાં ઉપર મળે છે. આમ મંત્ર - તંત્ર - યંત્ર ઔષધ આદિ અનેક પ્રયોગો દ્વારા આપણે ત્યાં સારસ્વતસાધના થાય છે.
સાધક પોતાના સદ્ગુરુ દ્વારા આમાંનું કોઈપણ આલંબન પ્રાપ્ત કરી સારસ્વતપ્રસાદ પ્રાપ્ત કરી શકે. માત્ર પુસ્તકમાં લખેલ કે છાપેલ પ્રયોગ ફળદાયી નીવડતા નથી, ઉપરથી દુષ્ફળ - દર્ગત આપનાર બને છેઃ એમ સ્પષ્ટ ચેતવણી, મંત્ર મહર્ષિઓ ગ્રંથમાં આપે છે.
મંત્ર કે ઔષધ અધિકારી ગુરુ દ્વાર અપાય તો જ સાધક માટે ફળદાયી નીવડે છે. આ વાતનો સાધકે ખાસ ખ્યાલ રાખવો. ખરેખર તો મંત્ર, પુસ્તકો શિષ્ય માટે નહિ, ગુરુ માટે જે લખાય છે, છપાય છે, જેમાંથી યોગ્ય પ્રયોગ શિષ્ય માટે પસંદ કરી ગુરુ કરાવી શકે છે ને ફળ મળે.
જૈનપરંપરામાં સારસ્વત ઉપાસના સર્વપ્રથમ આચાર્ય સિદ્ધસેનજ્ઞાનસાધના અને સરસ્વતી વંદના
૧૭