________________
ત્વરિત ફાયદો કરે છે.
કુષ્ઠ, અશ્વગંધા, સિંધવ, પીપર, મરી, જીરૂ, શાહજીરૂ, સૂંઠ, કાળીપાટ, અજમોદ અને વજ સમાન ભાગે લઈને ચૂર્ણ બનાવવું. તેમાંથી બે તોલા જેટલું સવારમાં ઘી સાથે લેવું. જરૂર હોય તો એ પ્રમાણ વધારીને ૪ તોલા પર્વત કરી શકાય. આ પ્રયોગ દબુદ્ધિ નામના ભિક્ષુકની બુદ્ધિ વધારવા માટે નંદનવિહારમાં કહેલો છે.
વચાચૂર્ણઃ
જે મનુષ્ય દૂધ અથવા તેલ અથવા ઘી સાથે વજનું એક મહિના સુધી સેવન કરે છે. તે રાક્ષસાદિથી નિર્ભય, રૂપવાન, વિદ્વાન, નિર્મલ અને શોધિતવાણી બોલનારો થાય છે.
વજ શબ્દથી અહીં ઘોડાવજ સમજવો, પરંતુ ખુરાસાની વજ સમજવો નહીં, વજ મેધ્ય, સ્મૃતિવર્ધક અને સ્વરને સુધારનારો છે, પરંતુ ૧૫ થી ૨૦ રતિ લેવાથી ઊલટી થાય છે, એટલે વધારે લેવો
નહીં.
વજના ચૂર્ણને આંબળાના રસની એક ભાવના આપવી. તેનું ઉપર બતાવેલા પ્રમાણથી ઘીની સાથે સેવન કરવું.
ત્રિફલાચૂર્ણઃ
ત્રિફલા એટલે હરડા, બહેડાં અને આંબળાનું ચૂર્ણ મીઠા સાથે એક વર્ષપર્યત સેવન કરવાથી બુદ્ધિ તથા સ્મૃતિમાં ઘણો સુધારો થાય છે.
જેઠીમધ ચૂર્ણ જેઠીમધનું ચૂર્ણ વંશલોચન સાથે એક વર્ષ સુધી લેવાથી સ્મૃતિ તેજસ્વી થાય છે.
(૪)
જ્ઞાનસાધના અને સરસ્વતી વંદના