________________
પ્રસ્તાવના
* ચેતનાનો એક વિશિષ્ટ ગુણ છે જ્ઞાન. જ્ઞાન જ જીવિત અને નિર્જીવ વસ્તુઓનો તફાવત દર્શાવે છે. જેનામાં જ્ઞાન છે તે જીવ છે. જેનામાં જ્ઞાન નથી તે નિર્જીવ છે. જ્ઞાનનો વિકાસ જ વ્યક્તિને સામાન્યમાંથી વિશિષ્ટ બનાવે છે. જ્ઞાનની ઉપલબ્ધિનાં નીચે મુજબ બે સાધનો છે :
૧. અભ્યાસ દ્વારા જાણકારીનો વિકાસ કરવો. ૨. ચેતનાના અનાવરણ દ્વારા જ્ઞાન ઉપલબ્ધ | પ્રગટ થવું.
ઈન્દ્રિય અને મન દ્વારા વિકસિત થતું જ્ઞાન મતિજ્ઞાન કહેવાય છે. આ જ જ્ઞાન જ્યારે બીજા લોકોને સમજાવવાની ક્ષમતા પ્રાપ્ત કરે છે ત્યારે તે શ્રુતજ્ઞાન બની જાય છે. પ્રાચીન યુગમાં જ્ઞાનનો વિકાસ સાંભળીને જ (શ્રવણ દ્વારા) કરવામાં આવતો હતો. વેદ, આગમ, ત્રિપિટક વગેરે તમામ ગ્રંથો કંઠસ્થ થતા હતા. તેમને સાંભળીને જ સ્મૃતિપટ ઉપર ધારણ કરવામાં આવતા હતા. ત્યારપછી જ્યારે જ્ઞાનસંકેતોનાં માધ્યમો વડે લિપિબદ્ધ થવા લાગ્યું ત્યારે તે શ્રત, શાસ્ત્રરૂપે પુસ્તકારૂઢ થઈ ગયું. પુસ્તકોમાં આરૂઢ થવાથી એક લાભ તો એ થયો કે શ્રુતની પ્રામાણિકતા નિશ્ચિત બની ગઈ. શ્રત એકબીજા સુધી સરળતાથી પ્રસારિત થવા લાગ્યું. શ્રુતને ધારણ કરવા માટે બાળવયથી પરાક્રમ કરવું પડતું હતું.
યોગ્ય વ્યક્તિઓને તે માટે નિયુક્ત કરવામાં આવતી હતી. સમયની સાથે સાથે શ્રત – ગ્રહણ ધારણની આ પદ્ધતિ નબળી પડતી ગઈ. પરિણામે સ્મૃતિની દુર્બળતા પણ થવા લાગી. સ્મૃતિ અને જ્ઞાનને વિકસિત કરવા માટે જે મુદ્રાનો પ્રયોગ કરવામાં આવે છે તેનું નામ છે જ્ઞાનમુદ્રા. તેને ચિન્મયમુદ્રા પણ કહેવામાં આવે છે.
પરિણામઃ ૧. જ્ઞાનનો વિકાસ થાય છે. ૨. સ્મરણશક્તિ વિકસે છે.
- જ્ઞાનસાધના અને સરસ્વતી વંદના
૧૧૪