________________
૧૯. જ્ઞાન, સાધના અને વિનય
જ્ઞાન પ્રાપ્તિની પૂર્વ શરત વિનય છે. વિનય વિના વિદ્યા ચડે નહિ અને વિનયથી જ વિદ્યા શોભે છે. ગુરુ પ્રત્યે અર્પણભાવ અને જેની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે તેના પ્રત્યે પરમ વિનય ભાવ જ જ્ઞાન અને વિદ્યાના અધિકાર બનાવશે. આ સંદર્ભે રાજા શ્રેણિકના જીવનનો પ્રસંગ રસપ્રદ છે.
શ્રેણિક મહારાજાના સમયમાં, એક ભંગીની સગર્ભા પત્નીને કેરી ખાવાની ઇચ્છા થઈ, પરંતુ ઋતુ વિના આમ્રફળ ક્યાંથી મળી શકે ? "
શ્રેણિક રાજાના દરબારમાં, ઝાડ કાઢવા જતી એક બાઈએ આ શદ્રને બાતમી આપી કે રાજ્ય દરબારમાં એક આંબો છે, તે ત્રણે ઋતુમાં પાકે છે (ફળો આપે છે) અને તેનો ઉપભોગ માત્ર રાજપરિવાર કરે છે. આંબાના વૃક્ષનું ધ્યાન રાખવા માટે ચોકીદારનો સખત બંદોબસ્ત છે, તેથી તેની કેરી કોઈ લઈ શકે તેમ નથી. આ સાંભળી આ હરિજન નિરાશ થવાને બદલે આનંદમાં આવી ગયો કારણ કે તેની પાસે અપહરણ વિદ્યાનું જ્ઞાન હતું માટે આપવા લાગ્યો, આ રીતે આંબા પરથી કેરી દરરોજ લાવીને તેની પત્નીને ખાવા માટે આપવા લાગ્યો, આ રીતે આંબા ઉપરથી હંમેશાં એક કેરી ઓછી થતી જોઈને ચોકીદારો વિસ્મય પામ્યા અને આ બાબતની રાજાને જાણ કરવાથી, રાજાએ તપાસ કરવાનો હુકમ કર્યો પણ તપાસ કર્યા પછી ચોરનો પત્તો ન લાગવાથી છેવટે ચોરને માફી આપવાનું રાજાએ જાહેર કરવાથી, હરિજન જાતે હાજર જ્ઞાનસાધના અને સરસ્વતી વંદના
C] ૯૭)