________________
સંપાદન કાર્યમાં વારંવાર તેમનું માર્ગદર્શન મળતું રહ્યું છે. સચિત્ર સરસ્વતી પ્રસાદ ગ્રંથમાના કેટલાંક લખાણો અને ફોટાઓ આ પુસ્તકમાં પ્રગટ કરવાની અનુમતિ મુનિશ્રીએ આપીને પરમ ઉપકાર કર્યો છે.
યુગ દીવાકર પૂ. ગુરુદેવ નમ્રમુનિ મ.સા.ના આશીર્વાદ પ્રાપ્ત થયા તે અમારા માટે પરમ આનંદની ઘટના છે.
આ પુસ્તકમાં પ્રગટ થયેલા લેખોના સર્જકો અને મુનિ ભગવંતોનો ઋણ સ્વીકાર કરું છું. પ્રથમ આવૃત્તિ વેળાએ પુણ્ય શ્લોક સુપ્રસિદ્ધ ચિંતક અને વક્તા હરિભાઈ કોઠારીએ વિદ્વત્તાપૂર્ણ પ્રસ્તાવના લખી આપી હતી તેનું પાવન સ્મરણ કરું છું.
વિદ્વત્તાપૂર્ણ પ્રસ્તાવના લખી આપવા માટે સુપ્રસિદ્ધ ચિંતક અને વક્તા શ્રી હરિભાઈ કોઠારીનો આભાર.
પ્રૂફ રિડીંગ માટે પ્રોફેસર ડૉ. રસિકલાલ મહેતાનો આભાર.
સ્વજનો, મારા ધર્મપત્ની ડૉ. મધુબહેન બરવાળિયા, ડૉ. પ્રફુલ બરવાળિયા, અમીષા જયેશ દોશી, નિલેષા અભિલાષ ઝાટકિયા, શૈલેષી હેમાંગ અજમેરા અને મારા પુત્ર ચિંતન બરવાળિયાએ મારા સર્જન – સંપાદન સંશોધન અને પ્રકાશનના કાર્યમાં રસ લઈ મને પ્રોત્સાહિત કરેલ છે.
સમયસર અને સુંદર મુદ્રણકાર્ય કરી આપનાર નવભારત સાહિત્ય મંદિરના મુરબ્બી શ્રી ધનજીભાઈ તથા યુવાનમિત્ર શ્રી અશોકભાઈના સહકારની આ તકે નોંધ લઉં છું.
ગુણવંત બરવાળિયા
૬૦૧ સ્મિત એપાર્ટમેન્ટ ઉપાશ્રય લેન, ઘાટકોપર (ઇ).
gunvant.barvalia@gmail.com