________________
સરસ્વતી દેવીની આરતી
જય વાગીશ્વરી માતા જય જય જનની માતા પદ્માસની ! ભવતારિણી ! અનુપમ રસદાતા
જય વાગીશ્વરી માતા...૧
હંસવાહિની જલવિહારિણી અલિપ્ત કમલ સમી (૨) ઈન્દ્રાદિ કિન્નરને (૨) સદા તું હૃદયે ગમી
જય વાગીશ્વરી માતા...૨
તુજથી પંડિત પામ્યા કંઠ શુદ્ધિ સહસા (૨) યશસ્વી શિશુને કરતાં (૨) સદા સિતમુખા
જય વાગીશ્વરી માતા...૩
જ્ઞાનધ્યાનદાયિની શુદ્ધ બ્રહ્મકૃપા (૨) અગણિત ગુણદાયિની (૨) વિષે છો અનૂપા
શાનસાધના અને સરસ્વતી વંદના
જય વાગીશ્વરી માતા...૪
ઊર્ધ્વગામિની મા તું ઊદર્વે લઈ લેજે (૨) જન્મમરણને ટાળી (૨) આત્મિક સુખ દેજે
જય વાગીશ્વરી માતા...પ
રત્નમયી ! મૈં રૂપા સદા ય બ્રહ્મપ્રિયા (૨) કરકમલે વીણાથી (૨) શોભો જ્ઞાનપ્રિયા
જય વાગીશ્વરી માતા...૬
દોષો સહુના દહતાં દહતાં અક્ષય સુખ આપો (૨) સાધક ઇચ્છિત અર્પી (૨) શિશુ ઉરને તર્પો
જય વાગીશ્વરી માતા...૭
૯૩