________________
અમારી યોજનામાં ૪૫ આગમો પ્રકટ કરવાની ખબર અપાઈ છે તેથી સ્થાનકવાસીભાઈઓ કે જેઓ ૩ર સત્રો માને છે તેઓને વિષે એવો ખ્યાલ થયેલો સંભળાયેલો છે કે, શ્રી વીતરાગ મુદ્રાના અવલંબન લેનાર ગચ્છોના પક્ષપાતમાં અને સ્થાનકવાસીઓનાં અપક્ષપામાં અર્થો થશે. અમારે અહીં આ સંબંધમાં વેતામ્બર સંપ્રદાયના સર્વગચ્છ-સ્થાનકવાસી સુધાંને સ્પષ્ટ કહી દેવાનું કે, અમારાં ભાષાંતર કોઈ પણ ગચ્છના ખંડનમંડન અર્થે નહીં, પણ ભાષાશાસ્ત્ર અને ભાષાવિકશાસ્ત્રારાએ માત્ર સાહિત્ય દષ્ટિએજ થવાના એવી નિશ્ચિતના રાખવી. અમારા વિચારકેશમાં અમે પક્ષપાતને રાખવાની ઈચ્છાજ સ્વય કરી નથી. ટૂંકમાં શ્રી વીતરાગદ્ધાનું અવલંબન લેનાર ગો કે અવલંબન નહીં લેનાર ગચ્છાને ખોટી રીતે રંજન કરવાની બુદ્ધિએ અર્થો ભરાશે નહીં. સત્યને પક્ષપાત રહેશે. પક્ષપાતને પક્ષપાત નહીં થવા પામે.
અમારાં સંશોધન અને ભાષાંતરમાં શુદ્ધિ તથા નિષ્પક્ષપાતતા રહી શકશે કે કેમ તેની એકજ કસોટી ( Test ) છે, જેઓ એક મેટી રકમ આ કામ પાછળ ખર્ચે છે છતાં યેજના આગળ ચલાવવાને માટે અને મૂળ મુડીને હાનિ ન પહોંચે તેટલા માટે તૈયાર થયેલાં આગમને વિક્રય કરી પાછાં નાણું વસુલ કરવા માંગે છે, એટલે ભાષાંતરમાં જે શદ્ધિ અને નિષ્પક્ષપાતતા ન રહેત વેચાણ થઈ નાણાં પાછાં વસુલ કેમ થઈ શકે ? વસ્તુ સાધ્યદષ્ટિ (practical point of view)થી આ વાત વિચારવામાં આવે તે ખાત્રી થવી જોઈએ કે, અમારે શુદ્ધિ તથા નિષ્પક્ષપાતતા માટે સંપૂર્ણ કાળજી રાખ્યા વિના છુટકો નથી.
જૈન મુનિરાજે અને આગમનું સાધન તથા ભાષાંતરનું કાર્ય
બહુ ઠેકાણેથી એવી સૂચનાઓ થઈ છે કે, આગમ સંશોધવાનું અને આગમનું ભાષાંતર કરાવવાનું કામ મુનિ મહારાજ પાસે કરાવવું જોઈએ. અમારા મુનિમહારાજેને અમારી તા. ૧-૮-૧૯૧૩ ની યાદીમાં અમે આવું કાર્ય તેઓશ્રી માથે લે તેને માટે જાહેર રીતે આમંત્રણ કર્યું છે. આપણું મુનિમહારાજોના જૈનધર્મના તત્વજ્ઞાનના અનુભવને અને જૈન પરિભાષાના સાંકેતિકપણાનો લાભ જેટલો બની શકે તેટલો મેળવવાની અમને પૂર્ણ જિજ્ઞાસા છે; અને તેટલા માટે અમે તેવો પ્રયાસ કર્યા વિના નહીં રહીએ. એટલુ નહીં પણ અમે અત્યાર સુધીમાં તેવી કેટલીક ગોઠવણ કરવા શક્તિમાન પણ થયા છીએ. આમ છતાં અમારે નિતાપૂર્વક જેનસમાજને વિનંતિ કરવી જોઇએજેમ બહારથી ધારવામાં આવે છે તેમ જૈન મુનિ મહારાજે આગમનું સંશોધન અને ભાષાંતર કરવાનું કામ નિયમિત અને વ્યવસ્થાપૂર્વક કરવાનું માથે લઇને સાંગોપાંગ પાર ઉતારે તેમ છે કે નહીં તે બાબતની સમાજે ખાસ તજવીજ કરવાની જરૂર છે. સંપૂર્ણ સંશોધન અને માગધી સંસ્કૃનું સંપૂર્ણ શુદ્ધ અનુવાદનું કાર્ય કરી શકે તેવા મુનિરાજની આપણામાં કેટલી સંખ્યા છે ? જે સંખ્યા હેય તે સંખ્યામાંથી કેટલા મુનિમહારાજો સ્થિતિચુસ્તપણથી મુક્ત હોઈ આવાં કાર્યને અનુમોદનપૂર્વક હાથ ધરી આગને સંશોધન અને ભાષાંતર કરી કાર્ય સાંગોપાંગ પૂર્ણ કરે તેમ છે ? એ