________________
અમૃત વચનના અનર્થો થતાં અટકાવવામાં તેઓશ્રી પ્રત્યેની ભક્તિ શિવાય અન્ય કોઈ કારણથી પ્રેરાયા, આપને કે કેઈને પણ લાગવાં જ ન જોઈએ, કારણ કે આ મેહેનતમાં ઉતરવાને અને શારીરિક, માનસિક તથા દ્રવ્યાર્થિક ભાગ, અમારે જે કાંઈ પણ આપવો પડશે તે માટે કોઈનું દબાણ કે ફરજ હતાંજ નહીં. પરંપરાકથનના સૂક્ષ્મ ઈતિહાસ અને શાસ્ત્રવિવાદમાં ન ઉતરતાં અમે એટલુંજ કહીશું કે, એ પરંપરાકથન ગમે તે કારણથી ઉત્પત્તિ પામ્યું હોય, પણ અત્યારે ઉત્પત્તિ પામ્યું હોય, પણ અત્યારના દેશ કાળાદિના જે સંજોગો બદલાયાં છે તેનો
ખ્યાલ કરવામાં નહીં આવે, તો પરંપરા કથનના રક્ષણથી જેટલો ફાયદો થયા યોગ્ય છે તેના કરતાં તે કથનના પિષણ કરવા જતાં જૈનશાસનની હેલના થવારૂપ અનેક ગણું નુકશાન થવાનો સમય જરૂર આવી પહોંચે છે. જેમાં માત્ર પોતાના ધર્મસ્થાને અને સમુદાયને જ આખું જગત સમજે છે તેઓને અમારે કાંઈ કહેવાનું નથી, પરંતુ જેઓ પોતાના ધર્મસ્થાને અને સમુદાય ઉપરાંત બીજું પણ જગત છે એમ સમજે છે તેઓ જાણતા હોવા જોઈએ કે, ઈગ્લેંડ, ફ્રાન્સ જર્મની, ઈટૅલી, ઑસ્ટ્રીઆ, રશિયા આદિ યુરોપના ભાગોમાં, અને અમેરિકા આદિ દેશમાં બૌદ્ધ અને જેન માર્ગના સાહિત્યનો અભ્યાસ બહુ કરવામાં આવે છે. એ દેશમાં આપણા દેશના જૂના શાસ્ત્રગ્રંથના જે પુસ્તકાલય છે તેવાં આપણે ત્યાં એક પણ નથી. એ દેશના વિદ્વાનો સંસ્કૃત, પાલી, પ્રાકૃત અને માગધી તથા ગુજરાતી ભાષાના મોટા અભ્યાસીઓ છે. આ વિધાન પૈકી, મો. વેબર, ડૉકટર બુલર, ઠે. એકસમુલર, હતા. હર્મન જેકોબી આદિ વિદ્વાનોએ કેટલાંક સૂત્ર—આગમના અંગ્રેજી તથા જર્મન ભાષામાં ભાષાંતર કર્યા છે. કેટલાંકે અંગ્રેજી, જર્મન અને ફ્રેંચ, રશ્યન ભાષાઓમાં જૈનના આગમો, જેનના તત્વજ્ઞાન અને જૈનના રક્ષાચાર વિચાર ઉપર લેખો લખ્યાં છે. આ લેખકેએ જાણું બુઝીને નહીં, પણ પિતાની મતિ અનુસાર, એવા વિચારો દર્શાવ્યા છે કે, જે જૈન સિદ્ધાં. તથી કેવળ વિરૂદ્ધ છે એટલું જ નહીં પણ જૈન ધર્મની નિંદા કરાવનાર પણ છે.
અમારી નજર પહોંચે છે ત્યાં સુધી જોતાં અમને જણાય છે કે, તેર લાખ જનનીની વસતીમાંથી આંગળીને ટેરવે ગણાય તેટલાં જૈનો પણ નહીં જાણતા હોય કે, જમન ભાષામાં પ્રોફેસર વેબરે ૪૫ જૂનાગમ સંબંધમાં એક નિબંધ લખ્યો છે. આજ રીતે શ્રી ભગવતી સુત્રના કેટલાક ભાગનું જર્મન ભાષામાં ભાષાંતર કર્યું છે. ઉપાસક દંશાગનું ભાષાંતર પણ થયું છે. પ્રો. હ. જેકૅબીના ભાષાંતરો જાણીતા છે. અમેરિકામાં પ્રકટ થયેલ “Religions of India” (હદના ધમે) માં પણ જૈનાગમ સંબંધમાં ઉલેખો છે. પશ્ચિમ ભણુની જુદી જુદી ભાષાઓમાં જૈનધર્મ તથા જૈનાગમ વગેરે વિષયો ઉપર એટલું બધું લખાયેલું છે કે, જે તેને સંગ્રહ કરવામાં આવે તો આપણને એક આશ્ચર્યતાની મૂર્તિજ લાગ્યા વિના ન રહે.
- પ્રોફેસર વેબરે ૪૫ જનાગમ સંબંધમાં લખેલો નિબંધ એટલો સૂક્ષ્મ રીતે અને એવા અભ્યાસથી લખ્યો છે કે, અમને કહેતાં ખેદ થાય છે કે, આપણું વર્તમાન જૈનસમુદાયમાં એક પણ વ્યક્તિ, તરતજ તેનું ખંડન ( Refutation, ) કરવા શક્તિ ધરાવતી હોય તેની અમને તો શંકાજ છે; જે કે અમને એટલું જણાય છે કે, પ્ર. વેબરની ગમે તેટલી સહમ કાળજી છતાં, તેના અવલોકનનું ખંડન થઈ શકે તેવું તત્વ જન